વડોદરાના હાથીખાનામાં જૂના ઝઘડાની અદાવતે તલવારથી હુમલો
image : Freepik
- હાથીખાનામાં જૂના ઝઘડાની અદાવત રાખી બે હુમલાખોરોએ યુવાન પર તલવાર વડે હુમલો કર્યો હતો
વડોદરા,તા.21 માર્ચ 2024,ગુરૂવાર
વડોદરાના હાથીખાના વિસ્તારના રસીદા એપાર્ટમેન્ટમાં રહેતો વસીમ ઉર્ફે ગોલી અનવર મિયા શેખે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે સાડા ચાર વાગ્યે મારી પત્નીએ ફોન કરતા હું મારા ઘરે આવતો હતો તે દરમિયાન મારા મહોલ્લામાં ઝમઝમપાર્ક પટેલ ફળિયા મસ્જિદ પાસેથી જતા સમયે મને સુફીયાને રસ્તામાં રોકી તું મારી સામે કેમ જુએ છે તેમ કહી જુના ઝઘડાની અદાવત રાખી મારી સાથે ગાળો બોલવા લાગ્યો હતો. તુ અહીંયા ઉભો રહે તેમ કહીને તે જતો રહ્યો હતો. થોડીવારમાં સુફિયાન તેના મિત્ર હાસીમને લઈને આવેલો હતો અને સુફીયાને એકદમ ઉસ્કેરાઈ જઈને તલવાર મને ડાબા હાથના કાંડા પર મારી દીધી હતી. જ્યારે તેના મિત્ર મને પકડી રાખી માર માર્યો હતો. મેં બૂમ શરૂ કરતાં મારા મિત્રો તથા મોહલાના માણસો ભેગા થઈ જતા બંને હુમલાખોરો તને જોઈ લઈશ તેવી ધમકી આપીને ફરાર થઈ ગયા હતા.