દંતાલી નર્મદા કેનાલ નજીક ઉભેલા વિદ્યાર્થીને છરી બતાવીને લૂંટી લેવાયો

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
દંતાલી નર્મદા કેનાલ નજીક ઉભેલા વિદ્યાર્થીને છરી બતાવીને લૂંટી લેવાયો 1 - image


નર્મદા કેનાલ પાસે એકલ-દોકલ વ્યક્તિઓ લુંટારૃઓના સોફ્ટ ટાર્ગેટ

મોપેડ ઉપર ત્રણ સવારી આવેલા લૂટારૃઓએ લૂંટને અંજામ આપ્યોઃસોનાની ચેઇન લઇ ફરાર

ગાંધીનગર :  કેનાલ વિસ્તાર ફરી લૂંટારૃઓ માટે સોફ્ટ પોઇન્ટ બન્યો છે.અહીં એકલ-દોકલ જતા વ્યક્તિઓને છરી બતાવીને લૂંટ કરતી ગેંગ અગાઉ પોલીસે પકડી પાડી હતી ત્યારે ફરી ગેગ સક્રિય થઇ છે અને અદાણી યુનિ. ભણતો વિદ્યાર્થી લૂંટારૃઓનો ભોગ બન્યો છે. કેનાલ પાસે ઉભેલા વિદ્યાર્થીને છરી બતાવી ઝપાઝપી કરીને મોપેડ ઉપર આવેલા ત્રણ શખ્સો સોનાની ચેઇન લુંટી ફરાર થઇ ગયા છે જે અંગે અડાલજ પોલીસે તપાસ આદરી છે.

અદાણી યુનિવર્સિટીમાં એમબીએના પ્રથમ વર્ષમાં અભ્યસ કરતો અને અમદાવાદના નવરંગપુરામાં પીજી તરીકે રહેતો ૨૧ વર્ષિય આર્યરાજસિંહ શક્તિસિંહ જાડેજાને શુક્રવારે લુંટારાનો ભેટો થઇ ગયો હતો. આર્યરાજ તેના મિત્ર સાથે સાંજે અદામી ક્લબમાં ક્રિકેટ રમવા જઇ રહ્યો હતો ત્યારે આર્યરાજ શાંતિગ્રામ નજીક આવેલી નર્મદા કેનાલ પાસે ઉતરી ગયો હતો અને દ્વારકાદીશ ટી સ્ટોલ ઉપરથી નાસ્તો લઇને એકલો ચાલતો ચાલતો નર્મદા કેનાલ દંતાલી રેલવે બ્રિજથી થોડા આગળ જઇ ઉભો હતો તે દરમ્યાન જ જાસપુર ગામ નર્મદા કેનાલ તરફથી મોપેડ ઉપર ત્રણ સવારી આવેલા શખ્સો તેની પાસે આવીને ઉભા હતા. આ બુકાનીધારી શખ્સો પૈકી બે શખ્સોનીચે ઉતરીને આર્યરાજના ગળામાંથી દોઢ તોલાની ચેઇન આંચકી લીધી હતી પરંતુ આર્યરાજે ચેઇન હાથમાં મજબુત પકડી રાખતા લુંટારૃઓ ચેઇન ખેંચી શક્યા ન હતા.એટલે બન્ને શખ્સોએ છરી કાઢીને આર્યરાજને બતાવી ચેઇન આપી દે નહીં તો તને પતાવી દઇશું તેવી ધમકી આપી હતી તેમ છતા આર્યરાજે ચેઇન આપી ન હતી અને ત્રણેય વચ્ચે ઝપાઝપી થઇ હતી જેમાં ચેઇન  તૂટી ગઇ હતી અને ચેઇનનો એક ટૂકડો લુંટારુઓના હાથમાં આવી ગયો હતો.ત્યાર બાદ આ ત્રણેય લુંટારૃઓ મોપેડ મારફતે જાસપુર ગામ તરફ નાસી છુટયા હતા. આ બનાવ અંગે આર્યરાજે અડાલજ પોલીસ મથકે લુંટન ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે પણ આ લુંટારૃઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.રોડ સાઇડ તથા આસપાસન વિસ્તારનાા સીસીટીવી તપાસવામાં આવી રહ્યા છે. 


Google NewsGoogle News