Get The App

ટ્રેનના એસી કોચમાં વિદ્યાર્થિનીને આંતરી કોચ એટેન્ડન્ટની છેડતી

વિદ્યાર્થિનીએ ફરિયાદ કરતા કોચ એટેન્ડન્ટની ધરપકડ કરાઇ

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
ટ્રેનના એસી કોચમાં વિદ્યાર્થિનીને આંતરી કોચ એટેન્ડન્ટની છેડતી 1 - image

વડોદરા, તા.9 અરવલ્લી એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં એક વિદ્યાર્થિનીની શારીરિક છેડછાડ કરતાં કોચ એટેન્ડન્ટને પોલીસે ઝડપી પાડયો હતો.

આ અંગેની વિગત એવી છે કે પુના ખાતે અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની સુરત રેલવે સ્ટેશન પરથી રાત્રે અરવલ્લી એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં બેસી રાજસ્થાનના જયપુર ખાતે જવા માટે રવાના થઇ હતી. વિદ્યાર્થિની રાત્રે શૌચાલય પાસે ઊભી હતી ત્યારે કોચ એટેન્ડન્ટે વિદ્યાર્થિનીની છાતી પર હાથ મૂકી છેડતી કરી હતી.

આ ઘટના અંગે વિદ્યાર્થિનીએ રેલવેમાં ફરિયાદ કરતાં આણંદ રેલવે સ્ટેશન પર ટ્રેન આવતાં કોચ એટેન્ડન્ટને પોલીસે ઝડપી  પાડયો હતો અને ફરિયાદ નોંધી આ ફરિયાદ વડોદરા રેલવે પોલીસમાં ટ્રાન્સફર કરી હતી. પોલીસે વિદ્યાર્થિનીની છેડતી કરનાર કોચ એટેન્ડન્ટ રવિ દાલુરામ મેઘવાલ (રહે.લુણીયાગામ, જિલ્લો ગંગાનગર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.




Google NewsGoogle News