MSUની પોલીટેકનિકમાં ચાલું ક્લાસમાં જ મારામારી, માથામાં કડું વાગતા એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
MSUની પોલીટેકનિકમાં ચાલું ક્લાસમાં જ મારામારી, માથામાં કડું વાગતા એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત 1 - image


Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીની પોલીટેકનિકમાં આજે ચાલું ક્લાસે અધ્યાપકની હાજરીમાં જ એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હુમલો કરતા દોડધામ મચી ગઈ હતી.

મળતી વિગતો પ્રમાણે પોલીટેકનિકમાં આજે શિક્ષણ કાર્ય ચાલી રહ્યું હતું. તે દરમિયાન એક ક્લાસમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ગાળાગાળી થઈ હતી અને એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને માથાના ભાગે કડું મારી દેતા તે લોહીલુહાણ થઈ ગયો હતો.

ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે હંગામો થયો હતો અને શિક્ષણકાર્ય પણ અટકી ગયું હતું. એ પછી મામલો પ્રિન્સિપાલ પાસે ગયો હતો. તેમણે બંને વિદ્યાર્થીઓના વાલીને બોલાવ્યા હતા. હુમલો કરનાર વિદ્યાર્થી પર કાર્યવાહી કરવા માટે એક કમિટિ બેસાડવાની જાહેરાત કરી હતી.

જોકે એનએસયુઆઈનું કહેવું છે કે, હુમલો કરનાર વિદ્યાર્થી એબીવીપી સાથે સંકળાયેલો છે. આ અગાઉ પણ તેણે અન્ય એક વિદ્યાર્થી પર આજ રીતે હુમલો કર્યો હતો. હુમલાથી ડરી ગયેલા વિદ્યાર્થીએ પોતાનુ એડમિશન કેન્સલ કરાવી દીધું હતું. તે વખતે પણ સત્તાધીશોએ કાર્યવાહી કરી નહોતી. જેના કારણે એબીવીપી સાથે સંકળાયેલા વિદ્યાર્થીએ ફરી હુમલો કર્યો છે.


Google NewsGoogle News