Get The App

ધો.૧૧ સાયન્સનો વિદ્યાર્થી રાતે ઊંઘી ગયા પછી સવારે ઉઠયો જ નહીં

ઊંઘમાં જ બ્રેન હેમરેજ થતા મોત થયું હોવાનું અનુમાન

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
ધો.૧૧ સાયન્સનો વિદ્યાર્થી રાતે ઊંઘી ગયા પછી સવારે ઉઠયો જ નહીં 1 - image

વડોદરા,ધો.૧૧ સાયન્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી રાતે ઊંઘી ગયા પછી સવારે  ઉઠયો જ નહતો. વિદ્યાર્થીના મોત અંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, દંતેશ્વર દર્શનમ પર્લમાં રહેતો અંશ રાહુલભાઇ ઠાકુર ( ઉં.વ.૧૮) ધો. ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતો હતો. ગઇકાલે રાતે ૧૧ વાગ્યે તે સૂઇ  ગયો હતો. આજે સવારે તે નહીં ઉઠતા તેને બેભાન  હાલતમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે, ડોક્ટરના પ્રાથમિક અનુમાન મુજબ, યુવકને બ્રેન હેમરેજ થતા ઊંઘમાં જ તેનું મોત થયું હતું. જોકે, મોતનું સ્પષ્ટ કારણ પી.એમ.રિપોર્ટ આવ્યા પછી જ જાણી શકાશે.


Google NewsGoogle News