સાઇકલ લઇને સ્કૂલે જવા નીકળેલા વિદ્યાર્થીને સ્કૂટરની ટક્કરથી ઇજા

નશેબાજ સ્કૂટર ચાલકની ધરપકડ : પોલીસે બે ગુના દાખલ કર્યા

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
સાઇકલ લઇને સ્કૂલે જવા નીકળેલા વિદ્યાર્થીને સ્કૂટરની ટક્કરથી ઇજા 1 - image

 વડોદરા,આજવા  રોડ પર સ્કૂલે જતા વિદ્યાર્થીને નશેબાજ સ્કૂટર ચાલકે ટક્કર મારતા બંને પગે ઇજા પહોંચી હતી. પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.

આજવા રોડ વિસ્તારમાં રહેતો ૧૩ વર્ષનો કિશોર ધો.૮માં અભ્યાસ કરે છે. આજે બપોરે પોણા બાર વાગ્યે તે સાઇકલ લઇને સ્કૂલે જવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન ડભોઇ દશાલાડ ભવન પાસે મેન રોડ પર એક સ્કૂટર ચાલકે તેની સાઇકલને ટક્કર મારતા તે નીચે પડી ગયો હતો. રાહદરીએ ફોન કરીને વિદ્યાર્થીના પિતાને જાણ કરતા તેઓ સ્થળ પર આવ્યા હતા. તેમના પુત્રને બંને પગે સામાન્ય ઇજા થઇ હતી. અને અકસ્માત કરનાર સ્કૂટર ચાલક ત્યાં જ હાજર હતો. તેણે દારૃનો નશો કર્યો હતો. બાપોદ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી સ્કૂટર ચાલક રાજેશ બ્રિજમોહન પટેલ ( રહે.રત્નાકર ટેનામેન્ટ, ગોત્રી)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી સામે દારૃનો કેસ અલગથી નોંધ્યો હતો.


Google NewsGoogle News