બાજવાના ગોડાઉનમાંથી 66 લાખનું નશાકારક કફ સિરપ રાખનાર સ્ટોકિસ્ટ પકડાયો
માત્ર કેમિસ્ટોને જ સિરપ આપી શકે તેમ હોવા છતાં બીજાને સપ્લાય કરતો હતો,કોઠ પોલીસ સ્ટેશનને સોંપ્યો
વડોદરાઃ બાજવા વિસ્તારમાંથી પકડાયેલા રૃ.૬૬લાખની કિંમતના નશાકારક આયુર્વેદિક સિરપના ઓથોરાઇઝ સ્ટોકિસ્ટને એસઓજીએ ઝડપી પાડી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા સિરપના ગુના બદલ સોંપવાની તજવીજ કરી છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસે ફેબુ્રઆરી માસમાં કોઠ વિસ્તારમાં એક રિક્ષાને આંતરી અંદરથી રૃ.૪૪ હજારની કિંમતની ાકારક કોડેઇન યુક્ત નશાકારક સિરપનો જથ્થો કબજે કર્યો હતો.પોલીસે વડોદરાના પ્રતીક પંચાલ અને શકિલ શેખને પકડી પૂછપરછ કરતાં સુભાનપુરાના ઉત્તુંગ બિલ્ડિંગમાં રાજુ પટેલના ગોડાઉનમાંથી સિરપનો જથ્થો મેળવ્યો હોવાની વિગતો ખૂલી હતી.
દરમિયાનમાં વડોદરા એસઓજીએ બાજવાના ગોડાઉનમાં દરોડો પાડી રૃ.૬૬ લાખની કિંમતનો ઉપરોક્ત સિરપની ૪૪ હજાર બોટલ કબજે કરી હતી.આ ગોડાઉન સિરપના ઓથોરાઇઝ સ્ટોકિસ્ટ રાજેશ ઉર્ફે રાજુ જયંતિલાલ પટેલ(ક્રિષ્ણા રેસિડેન્સી, કલ્પ ડિઝાયર સામે,લક્ષ્મીપુરા,વડોદરા)એ એક મહિના પહેલાં જ ભાડે રાખ્યું હોવાની વિગતો બહાર આવી હતી.
કોઠ પોલીસે નોંધેલા ગુનામાં રાજેશ પટેલનું નામ ખૂલતાં એસઓજીના પીઆઇ વીએસ પટેલ અને ટીમે તેને લક્ષ્મીપુરા વિસ્તારમાંથી ઝડપી પાડી અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોંપવા તજવીજ કરી છે.