Get The App

વડોદરાના કમાટીબાગમાં સંકલ્પભૂમિ ખાતે ડો.આંબેડકરની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
વડોદરાના કમાટીબાગમાં સંકલ્પભૂમિ ખાતે ડો.આંબેડકરની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી 1 - image


- ટૂંક સમયમાં આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે

વડોદરા,તા.26 માર્ચ 2024,મંગળવાર

વડોદરામાં ડો.બાબાસાહેબ આંબેડકરની 23 લાખના ખર્ચે તૈયાર કરેલી પ્રતિમા કમાટીબાગમાં ડો.આંબેડકર સંકલ્પ ભૂમિ ખાતે પ્રસ્થાપિત કરવાની કામગીરી કરવામાં આવી છે. હવે ટૂંક સમયમાં આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. અગાઉ ડો.આંબેડકરની પ્રતિમા કમાટીબાગની નર્સરીમાં લાંબા સમય સુધી રાખી મૂકવામાં આવી હતી અને ત્યારબાદ આ પ્રતિમાને જરા પણ નુકસાન ન પહોંચે તે રીતે સાવચેતીપૂર્વક ક્રેનથી ઊંચકીને દોરડા સાથે ખેંચીને સંકલ્પ ભૂમિ ખાતે લાવવામાં આવી હતી. આ કામગીરી મૂર્તિકાર અને કામગીરીના નિષ્ણાતોને સાથે રાખીને કરવામાં આવી હતી કમાટીબાગમાં સંકલ્પભૂમિ ખાતે ડો.આંબેડકરની 

પ્રતિમા પ્રસ્થાપિત કરવા પેડસ્ટલ બનાવવામાં આવ્યું છે અને તેના પર આ પ્રતિમા પ્રસ્થાપિત કરવાની કામગીરી કરવામાં આવી છે. પંચધાતુની 1700 કિલો વજન ધરાવતી અને 12.5 ફૂટ ઊંચી આ પ્રતિમા છે.


Google NewsGoogle News