કારના દરવાજા અને રસોડાના ભોંયરામાં છુપાવેલો ગાંજાનો જથ્થો ઝડપાયો
Image Source: Wikipedia
રાયકા ગામે ગાંજાની ડિલિવરી સમયે દરોડો : બે શખ્સોની ધરપકડ
વડોદરા, તા. 13 માર્ચ 2024 બુધવાર
મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લામાં આવેલા મહેદીખેડા ગામમાં રહેતો નરેશ બાબુભાઈ બારીયા પોતાની કારમાં ગાંજાનો જથ્થો સંતાડીને લાવ્યો હતો. ગાંજાનો આ જથ્થો સાવલી તાલુકાના રાયકા ગામની સીમમાં પોલીસ ચોકી સામે નંદેશરીથી સાકરદા જતા સર્વિસ રોડ પર રહેતા દિલીપ સામંતસિંહ ચાવડાને ડિલિવરી કરવા આવ્યો હતો આ સમયે જીલ્લાની એસઓજી પોલીસે દરોડો પાડી નરેશ બારીયા અને દિલીપ ચાવડાને રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે કારમાં તપાસ કરતા કારના ચારેય દરવાજાની ડોરસ્ટ્રીપમાં સંતાડેલ ગાંજાનો જથ્થો મળ્યો હતો આ ઉપરાંત દિલીપ ચાવડાના ઘરે પણ તપાસ કરતા રસોડામાં બનાવેલા અંડરગ્રાઉન્ડ ભોયરામાં પણ સંતાડી રાખેલો ગાંજાનો જથ્થો મળ્યો હતો પોલીસે 53 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો, કાર, રોકડ અને મોબાઈલ સહિત કુલ 4.72 લાખનો મુદ્દામાલ કબજે કરી બંનેની પૂછપરછ હાથ ધરતા એમપીના એક શખ્સે ગાજાની ડિલિવરી કરવા માટે મોકલ્યો હોવાની વિગતો બહાર આવી હતી આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે