Get The App

બેફામ જતા ટ્રકે મોપેડને અડફેટે લીધું યુવાનનું મોતઃટ્રકમાં આગ ભભૂકી

Updated: Nov 20th, 2022


Google News
Google News
બેફામ જતા ટ્રકે મોપેડને અડફેટે લીધું યુવાનનું મોતઃટ્રકમાં આગ ભભૂકી 1 - image


ઉવારસદ અડાલજ માર્ગ ઉપર

ઉવારસદ ગામના યુવાનો મોપેડ ઉપર જઇ રહ્યા હતા ત્યારે બનેલો બનાવ ઃ એક યુવાન ગંભીર ઇજાગ્રસ્ત

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ઉવારસદ અડાલજ માર્ગ ઉપર આજે બપોરના સમયે પુરઝડપે જતા ડમ્પર ટ્રકે મોપેડને અડફેટે લીધું હતું અને તેમાં સવાર યુવાનનું સ્થળ ઉપર મોત નિપજ્યું હતું જ્યારે એકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો. અકસ્માત બાદ ટ્રકમાં આગ ભભુકી ઉઠી હતી જેને ગાંધીનગર ફાયરબ્રિગેડ દ્વારા કાબુમાં લેવામાં આવી હતી.

શહેર નજીક ઉવારસદ અડાલજ હાઇવે માર્ગ ઉપર આજે બપોરના સમયે ઉવારસદ ગામના જ ૩૦ વર્ષિય યુવાન વિક્રમજી ઉદાજી ઠાકોર મિત્ર સાથે પસાર થઇ રહ્યા હતા તે સમયે ત્યાંથી પુરઝડપે પસાર થઇ રહેલા ડમ્પર ટ્રકના ચાલકે પાછળથી તેમના મોપેડને અડફેટે લીધુ હતું જે અકસ્માતમાં શરીરે ગંભીર ઇજાઓને કારણે વિક્રમજીનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને ગંભીર ઘાયલ યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માતની આ ઘટના બાદ આગ ભભુકી ઉઠી હતી જેના પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી અને ફાયરકાંફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. આ અકસ્માતની ઘટના સંદર્ભે ગુનો દાખલ કરવાની તજવીજ પણ શરૃ કરી હતી.

Tags :
gandhinagaracctident

Google News
Google News