ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો માટે ખાસ ઝૂંબેશ શરૃ

આજથી શહેરના અલગ - અલગ પોઇન્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાશે

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો માટે ખાસ ઝૂંબેશ શરૃ 1 - image

વડોદરા,આવતીકાલથી ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના અલગ - અલગ પોઇન્ટ પર રોંગ સાઇડ વાહન ચલાવતા, સિગ્નલ ભંગ કરતા તથા ચાલુ વાહને મોબાઇલ પર વાત કરતા વાહન ચાલકો સામે ખાસ ઝુંબેશ શરૃ કરવામાં આવશે.

 રોંગ સાઇડ વાહન ચલાવતા વાહન ચાલકો અન્ય લોકો માટે પણ જોખમી સાબિત થયા છે. તેના કારણે ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વાહન ચાલકો માટે અલગ - અલગ ૨૭ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે. આ તમામ પોઇન્ટ પર રેન્ડમલી ચેકિંગ હાથ ધરવામાં આવશે. નિયમ ભંગ કરતા વાહન ચાલકોના મોબાઇલ ફોનમાં ફોટો પાડી સ્થળ પર જ દંડ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવશે. વાહન ચાલકો રોકડા, યુ.પી.આઇ. મારફતે દંડ  ભરપાઇ કરી શકશે. દરેક પોલીસ સ્ટેશનના  હેડ કોન્સ્ટેબલ તથા તેની ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓ દ્વારા પણ ઉપરોક્ત કામગીરી કરવામાં આવશે.


Google NewsGoogle News