એકલી યુવતીને ઘરે મુકી જવા બહાને ગાડીમાં બેસાડવાની વાતે માર મરાયો
વહેલી સવાર સુધી ગરબા રમ્યા બાદ
યુવતીને મિત્રએ ઘરે મુકી જવા કહ્યું પરંતુ તેની ગાડીમાં પાંચ અન્ય શખ્સો બોઠેલા હોય ઇન્કાર કર્યાનાં પગલે બબાલ થઇ
ગાંધીનગર : અમદાવાદના ચાંદખેડા વિસ્તારની છુટાછેડા લીધેલી યુવતી ગાંધીનગરના શેરથા ગામે ગરબા રમવા આવ્યા પછી વહેલી સવારે તેના મિત્રએ ઘરે મુકી જવાનું જણાવ્યુ હતું. પરંતુ યુવતીએ ગાડીનો દરવાજો ખોલતાં તેમાં પહેલેથી જ પાંચ શખ્સો બેઠેલા હોવાથી આવવાની ના પાડયના પગલે બબાલ થઇ હતી. તેમાં ગાંડીમાંથી ઉતરેલા શખ્સોએ યુવતીને ગડદા પાટુનો માર મારતાં ઇજા થવાના કારણે તેણીએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.
અડાલજ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં ૨૮ વષય
યુવતીએ જણાવ્યા પ્રમાણે રાત્રે ગાંધીનગરના કોબા વિસ્તારમાં રહેતા મિત્ર જીગર
ઠાકોરનો ફોન આવતાં તેની સાથે સ્કુટર પર બેસીને ગરબા રમવા શેરથા ગામે પહોંચી હતી.
રાત્રે ૧ વાગ્યાના અરસામાં જીગર ઠાકોરને કોઇ કામ આવી જવાથી તે નીકળી ગયાં પછી
યુવતી ગરબા રમતી રહી હતી. દરમિયાન સાબરમતી વિસ્તારના કેશવનગરમાં રહેતાં સુનિલ
ઉર્ફે સોનુ ઠાકોરનો ફોન આવ્યો હતો અને તેણે ક્યાં છે, તેમ પૂછયા બાદ
શેરથા ગામે તેના મિત્રોને સાથે લઇને આવ્યો હતો. સવારે ચાર વાગ્યાના અરસામાં યુવતીએ
ઘરે જવાની વાત કરતાં સોનુએતેને ઘરે મુકી જવાની વાત કરતાં પાકગમાં પહોંચ્યા ત્યારે
સોનુના મિત્ર વિશાલે ગાડી બહાર કાઢી હતી. યુવતી પાછળનો દરવાજો ખોલીને અંદર બેસવા
ગઇ ત્યારે તેમાં સોનુના મિત્રો બેઠેલા હોવાથી સાથે આવવાની ના કહેતાં જ આ શખ્સો
ઉશ્કેરાઇ ગયા હતાં અને ગાળો બોલીને લાફા માર્યા બાદ ગડદા પાયુનો માર માર્યો હતો.
બબાલ થવાથી ગ્રામજનો આવી જતાં આ શખ્સો ગાડી લઇને નાશી ગયા હતાં.