વડોદરામાં અશાંતધારાના ભંગ બદલ દુકાનને કોર્પોરેશન દ્વારા સીલ માર્યું

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
વડોદરામાં અશાંતધારાના ભંગ બદલ દુકાનને કોર્પોરેશન દ્વારા સીલ માર્યું 1 - image

વડોદરા,તા.3 ઓક્ટોબર 2023,મંગળવાર

અશાંતધારાના ભંગ બદલ તુલસીવાડી કાસમ આલા કબ્રસ્તાન પાસેનું મકાનમાંથી દુકાન કરી હતી તેને કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવ્યું હતું.

વડોદરાનાં તુલસીવાડી કાસમઆલા વિસ્તારમાં એક વ્યક્તિએ મકાન અન્ય લઘુમતી કોમની વ્યક્તિને વેચાણે આપી દેતા અશાંતધારાનો ભંગ થતા સ્થાનિક રહીશોએ જિલ્લા મામલતદાર દ્વારા તપાસ કરાવતા 1 વર્ષ અગાઉ લઘુમતીને મકાન વેચી દીધાનું જણાયું હતું. સમગ્ર હિન્દુ વિસ્તાર છે જેમાં હિરાલાલ ખત્રીએ એક વર્ષ પહેલા મકાન પોતાનું મકાન યુનુસ સુન્નીને વેચી દીધું હોવાનું જણાઇ આવ્યુ હતું. જેથી અશાંતધારાનો ભંગ થતો હોવાની ફરિયાદ ડે.કલેકટરને થતાં અને તેનુ રિનોવેશન પણ તેઓકે હિરાલાલ ખત્રીએ અશાંતધારાની પૂર્વ મંજૂરી લીધા સિવાય સુન્ની યુનુસને વેચાણ કરી કલમ 5(1)નું  ઉલ્લંધન કર્યું છે, તેને ધ્યાનમાં રાખીને આ મિલકતનો કબજો હિરાલાલ ખત્રીને પરત કરવાનો રહેશે તેમ હુકમમાં જણાવ્યું છે.

કલેકટરના હુકમના આધારે આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકાનમાંથી દુકાન બનાવી વ્યવસાય કરનારા સામે અશાંત ધારાનો ભંગ બદલ કાર્યવાહી કરી દુકાને સીલ માર્યું હતું.


Google NewsGoogle News