વડોદરામાં દુકાનમાંથી દોઢ લાખના સામાનની ચોરી કરનાર નોકર ઝડપાયો

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
વડોદરામાં દુકાનમાંથી દોઢ લાખના સામાનની ચોરી કરનાર નોકર ઝડપાયો 1 - image

image : Freepik

- લહેરીપુરા ન્યુ રોડ ખાતે આવેલી દુકાનમાંથી દોઢ લાખના નટ બોલ્ટની ચોરી કરનાર નોકર સામે વાડી પોલીસે ગુનો દાખલ કર્યો છે

વડોદરા,તા.03 નવેમ્બર 2023,શુક્રવાર

અકોટા સ્ટેડિયમ પાસે શ્રીનાથ વાટિકા એપાર્ટમેન્ટમાં રહેતા ભૂષણ હેમેન્દ્ર શાહ લહેરીપુરા ન્યુ રોડ ખાતે સંતોષ સ્ટીલ એન્ડ એન્જિનિયરિંગ નામની દુકાન ચલાવે છે. ગત પહેલી તારીખે સવારે 10:00 વાગે તેમણે દુકાન ખોલી હતી અને દુકાનમાં માતાજીની સેવા પૂજા કર્યા પછી દુકાનના પહેલા માળે માલનો સ્ટોક જોવા માટે ગયા હતા. વાડી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મને માલનો સ્ટોક ઓછો લાગતા દુકાનમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. તે દરમિયાન દુકાનમાં કામ કરતો કિરણ ઈશ્વરભાઈ રાજપુત રહેવાસી બકરાવાડી પહેલા માળે માલના સ્ટોકના ઘોડામાં મુકેલ બોક્સ ફાડીને પ્લાસ્ટિકની થેલીમાં નટ બોલ્ટ ભરતો દેખાતો હતો અને બહારના વેપારીઓના ઓર્ડરનો જે માલ ડિલિવર કરવાનો હોય તે સંતાડીને લઈ જતો જણાયો હતો. તેણે સ્ટોકમાંથી દોઢ લાખના એસ એસના નટ બોલ્ટની ચોરી કરી હતી. પોલીસે નોકરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News