વડોદરાના મારી માતાના ખાંચામાં દુકાનમાંથી નોકર 25 હજારનો ઇલેક્ટ્રિકનો સામાન ચોરી ગયો
વડોદરા,તા.22 સપ્ટેમ્બર 2023,શુક્રવાર
રાજમહેલ રોડ પર મારી માતાના ખાંચામાં નો દુકાનમાં નોકરી કરતા યુવકે ૨૫ હજારના ઇલેક્ટ્રોનિક્સ સામાન ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. દુકાનના માલિકે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે નોકર દુકાનમાંથી સામાન ચોરી જઈ બારોબાર અન્યને વેચી મારતો હતો.
ઓલ્ડ પાદરા રોડ પર આવેલી જય લક્ષ્મી સોસાયટી માં રહેતા મનોજ મોજરાજ પમનાનીએ ફરિયાદ નોંધાવી છે કે હું રાજમહેલ રોડ મરી માતાના ખાચા પાસે લવલી ઇલેકટ્રોનીકસ નામની દુકાનમાં ઇલેકટ્રોનીક્સ સ્પેર પાર્ટસ વેચી વેપાર ધંધો કરૂ છુ. મારી દુકાનમા છેલ્લા ચાર માસથી નોકર તરીકે દિલીપ સીતારામ (રહે, પ્રયાગરાજ સોસાયટી બાપોદ)નો નોકરી કરે છે. નોકરી ઉપર રાખતા સમયે અમે તેનું આધાર કાર્ડ પાનકાર્ડ અને સ્કુલ લીવીગ સર્ટીની કોપી તથા બેંક ઓફ બરોડા પાસ બુકની કોપી લઇ નોકરી ઉપર રાખ્યો હતો.ગુરુવારે હું મારી દુકાન ઉપર હાજર હતો ત્યારે મને કેટલાક ગ્રાહકોના કહેવાથી જાણવા મળ્યું હતું કે, મારી દુકાનમા નોકરી કરતો દિલીપ સીતારામ મારી દુકાનમાથી અલગ અલગ જાતના ઇલેક્ટ્રોનીકસ સ્પેરપાર્ટસ જેમા ડ્રોનની મોટરો અને બેટરીઓ તેમજ આટીફીસીયલ ઇન્ટેલીજન્સની સરકીટો ઓર્ડીનો ઉનો/ઓર્ડીનો મેધા, રાસબરીપાઇ, તેની એલ.સી.ડી. વિગેર જુદા જુદા સ્પેરપાર્ટસ મળી કિ.રૂ.25 હજાર ચોરી કરી જતો રહ્યો હતો. દિલીપ ઘણા દિવસથી રોજે રોજે અમોને ખબરના પડે તે રીતે ખિસ્સા મા મુકીને જતો રહેતો હતો અને બારોબાર સામાન વેચી દેતો હતો અને બીજા કોઇ દુકાનદારોને પણ આપતો હોવાનુ જાણવા મળ્યુ છે.