Get The App

આંખની તકલીફથી કંટાળીને સિનિયર સિટિઝનનો આપઘાત

પુત્ર વોકિંગ માટે નીકળ્યો ત્યારે પિતાને ઢળી પડેલી હાલતમાં જોઇ દવાખાને લઇ ગયો

Updated: May 27th, 2024


Google NewsGoogle News
આંખની તકલીફથી કંટાળીને સિનિયર સિટિઝનનો આપઘાત 1 - image

વડોદરાઆંખની તકલીફથી કંટાળીને સિનિયર સિટિઝને ઘરેથી દૂર જઇને  ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો. જે અંગે ગોરવા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો  દ્વારા મળતી માહિતી મુજબ, લક્ષ્મીપુરા રોડ કુંજ વિલામાં રહેતા ૬૧ વર્ષના જશવંતસિંહ માધવસિંહ પરમારે ગત તા. ૨૬ મી એ સાંજે સાડા સાત વાગ્યે ઘરેથી ઝેરી દવાની બોટલ લઇને લક્ષ્મીપુરા અંકોડિયા  કેનાલ  રોડ દર્શનમ  ફ્લેટની સામે જઇને અગમ્ય કારણોસર દવા  પી લીધી હતી. સાંજે તેમનો પુત્ર ચાલવા માટે ઘરેથી કેનાલ તરફ જતો હતો. તે દરમિયાન પિતાને ઢળી પડેલા જોયા હતા. તેઓએ દવા  પી લીધી હોવાનું જણાતા  સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું. પુત્રે પોલીસને પિતાની અંતિમ ચિઠ્ઠી આપી હતી. તેમાં લખ્યું હતું કે, મને માફ કરજો. હું આંખોની તકલીફથી કંટાળી ગયો છું.

પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, જશવંતભાઇને એક આંખની તકલીફ વર્ષોથી હતી. એક થોડા સમય  પહેલા બીજી આંખમાં તકલીફ શરૃ થઇ હતી. તેનું ઓપરેશન પણ કરાવ્યું હતું. છતાંય તેઓને બરોબર દેખાતું નહતું. તેના કારણે કંટાળીને તેમણે આપઘાત કર્યો હતો.


Google NewsGoogle News