ઓનલાઇન ચંપલ મંગાવવા જતાં સ્કૂલ કાઉન્સિલરે રૃ.1.98 લાખ ગૂમાવ્યા
વડોદરાઃ અકોટા વિસ્તારમાં રહેતી સ્કૂલ કાઉન્સેલર મહિલાએ ઓનલાઇન ચંપલ મંગાવતા રૃ.૧.૯૮ લાખ ગૂમાવવા પડયા હોવાનો બનાવ બન્યો છે.
ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગ દ્વારા અનેક પ્રકારની તરકિબો અજમાવવામાં આવી રહી છે.જેમાં બોગસ કસ્ટમર સાઇટનો પણ સમાવેશ થાય છે.
અકોટામાં ગાર્ડન પાસે રહેતી મહિલાએ તેની માતા માટે ઓનલાઇન ચંપલ મંગાવ્યા હતા.જેથી તેને એક્સપ્રેસબીઝ મારફતે ડિલિવરી મળી જશે તેમ કહેવામાં આવ્યું હતું.પાર્સલ વહેલું મળે તે માટે મેં ફોન કરતાં મને કુરિયર કંપનીમાં વાત કરવી પડશે તેમ કહ્યું હતું.
જેથી ઓનલાઇન સર્ચ કરી કસ્ટમર કેર નંબર લઇ સંપર્ક કરતાં મને સાંજે કુરિયર મળી જશે તેમ કહી રૃ.૨ ટ્રાન્સફર કરવા કહ્યું હતું.મને એક લિન્ક મોકલી હતી.જે લિન્ક ક્લિક કરતાં એપ ડાઉનલોડ થઇ હતી.આ એપમાં મારી ડીટેલ માંગવામાં આવી હતી અને પેમેન્ટનો ઓપ્શન હતો.મેં ગૂગલ પે પસંદ કરી રૃ.૨ ટ્રાન્સફર કર્યા હતા.પરંતુ ત્યારબાદ મને પાર્સલ મળ્યું નહતું.થોડા સમય બાદ મારા એકાઉન્ટમાંથી જુદાજુદા ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૃ.૧.૯૮ લાખ ઉપડી ગયા હતા.