વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશન પાસે કાર ચાલકને ચપ્પુ બતાવી રોકડ લૂંટનાર ઝડપાયો

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશન પાસે કાર ચાલકને ચપ્પુ બતાવી રોકડ લૂંટનાર ઝડપાયો 1 - image

વડોદરા,તા.6 ઓક્ટોબર 2023,શુક્રવાર

વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશન નજીક સાંજના સમયે કાર ચાલકને ચપ્પુ બતાવી રોકડની લૂંટ ચલાવનાર લૂંટારાને પોલીસે ઝડપી પાડ્યો છે.

નિઝામપુરા વિસ્તારની નટરાજ સોસાયટીમાં રહેતા સિનિયર સિટીઝન ચીમનભાઈ મિત્તલે પોલીસને કહ્યું છે કે, ગઈકાલે સાંજે કાર લઈ રેલ્વે સ્ટેશન નજીક કડક બજાર પાસેથી પસાર થતો હતો ત્યારે એક બાઈક સવાર મારી નજીક આવ્યો હતો અને કાર ઊભી રખાવી હતી.

બાઈક ચાલકે મેં પહેરેલું સોનાનું કડુ માગ્યું હતું. મેં આપવાનો ઇન્કાર કરતા તેણે મને લાફો માર્યો હતો અને ખિસ્સામાં હાથ નાખી રૂ.50,000 લૂંટી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ સયાજીગંજ પોલીસને કરતા પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સોર્સ મારફતે તપાસ કરી ગણતરીના કલાકોમાં લૂંટારા નોટના આરોપી મોસીન ઉર્ફે માજરો યાકુબભાઈ પટેલ (સોદાગરની ચાલ, તાંદલજા મૂળ રહે. સહકાર નગર તાંદલજા) ને ઝડપી પાડી રોકડ અને ચપ્પુ કબજે કર્યા છે.


Google NewsGoogle News