નિવૃત્ત જીવન ગાળતા મિત્રને જ્વેલર્સની દુકાનમાં મૂડીરોકાણ કરાવી ચોકસી તેમજ તેના પુત્રોએ ઠગી લીધા
વડોદરાઃ વાસણારોડ વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા મિત્રને જ્વેલર્સની દુકાનમાં મૂડી રોકાણ કરાવવાની લોભામણી વાતોમાં ફસાવી રૃ.૧૫.૬૧લાખની ઠગાઇ કરવાના બનાવની ફરિયાદ નોંધાઇ છે.
વાસણારોડની સમૃધ્ધિ સોસાયટીમાં રહેતા સિનિયર સિટિઝન હિતેન્દ્રભાઇ દવેએ પોલીસને કહ્યું છે કે,મારા મિત્ર નગીનભાઇ સોની કારેલીબાગ પાણીની ટાંકી સામે સોહાગ જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે.વર્ષ-૨૦૧૪માં તેમણે અને તેમના પુત્રો પિયુષ, વિરેન અને પુત્રવધૂ રશ્મિકા સોનીએ મારી સાથે મીટિંગ કરી દુકાનમાં મૂડીરોકાણ કરવા માટે કહ્યું હતું.
ચારેય જણાએ દર મહિને રૃ.૧૦ હજાર અને મૂડી અકબંધ રાખવા માટે કહી મારી પાસે રૃ.૨૩.૬૧લાખ લીધા હતા.જેની સામે મને રૃ.૮ લાખ પરત આપ્યા હતા.પરંતુ હજી ૧૫.૬૧ લાખ પરત કરતા નથી અને વાયદા કરી રહ્યા છે.
કારેલીબાગ પોલીસે આ અંગે નગીન સોની તેમજ તેના પુત્ર,પુત્રવધૂ(તમામ રહે.યજ્ઞા પુરૃષ રેસિડેન્સી,હરણી-મોટનાથ રોડ) સામે ગુનો નોંધ્યો છે.