Get The App

નાનપણમાં કરેલી મદદના કારણે યુવતીને સંબંધ રાખવા હેરાન કરતો સંબંધી

યુવતી ઘર બદલે તો લોકેશન ટ્રેસ કરી સંબંધી ત્યાં પણ પહોંચી જતો હતો

Updated: Apr 28th, 2024


Google NewsGoogle News
નાનપણમાં કરેલી મદદના કારણે યુવતીને સંબંધ રાખવા હેરાન કરતો સંબંધી 1 - image

વડોદરા,બિહારથી વડોદરા આવી નોકરી કરી  સ્થાયી થયેલી યુવતીની પાછળ તેના જ દૂરના સંબંધી લગ્ન કરવા માટે પાછળ પડયા હતા. સંબંધીના ત્રાસથી કંટાળીને છેવટે યુવતીએ કાયદેસરની કાર્યવાહી શરૃ કરી છે.

સંબંધીના ત્રાસથી કંટાળેલી યુવતીએ જણાવ્યુ હતું કે, હું ભાડાના મકાનમાં રહુ છું. ત્યાં આવી મારા દૂરના સંબંધી દરવાજો ખખડાવી  અપશબ્દો બોલી,ફોન કરી ધમકીઓ આપે છે. તેમના ત્રાસથી હું મકાન બંધ કરીને અન્ય સ્થળે રહેવા જઉ તો ત્યાં પણ તે મારૃં લોકેશન જાણી પીછો કરીને આવે છે. હું  બિહારથી વડોદરા સુભાનપુરા વિસ્તારમાં રહી કંપનીમાં નોકરી કરૃં છું. આ વ્યક્તિ મારી નોકરીના સ્થળે તેમજ ઘરે આવી જાય છે. મારા પિતાનું નાનપણમાં અવસાન થયું હતું. હું અને મારી બહેન નાના હતા. તે સમયે આ સંબંધી મારા મમ્મીને કોઈ  જરૃર પડે તો મદદ કરતા હતા. મારી  મમ્મીએ  વિધવા થયા પછી અમારા અભ્યાસ માટે તેઓની મદદ મેળવી હતી.  હવે હું નોકરી કરૃં છું. તેઓનું દેવું હશે તો તે  પણ  હું ચૂકવવા તૈયાર છું. તેમછતાંય તેઓ મને ખોટી હેરાન કરી  મારી સાથે જબરદસ્તીથી સંબંધ રાખવાની ધમકીઓ આપે છે.  આ અંગે અભયમની ટીમે સ્થળ પર જઇને સામાવાળાને સમજાવવાની કોશિશ કરતા તે ભાગી ગયો હતો. જેથી, યુવતીએ ગોરવા પોલીસ સ્ટેશન જઇ કાયદેસરની  કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News