નવાપુરા મુસ્લિમ મહોલ્લામાં ચાલતા જુગારધામ પર દરોડો

પાંચ મોબાઇલ અને રોકડા મળી ૪૦ હજાર ઉપરાંતની મતા કબજે

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
નવાપુરા મુસ્લિમ મહોલ્લામાં ચાલતા જુગારધામ પર દરોડો 1 - image

વડોદરા,નવાપુરા મુસ્લિમ મહોલ્લામાં ચાલતા જુગારધામ પર પોલીસે મોડી રાતે દરોડો પાડીને સંચાલક સહિત છ જુગારીઓને ઝડપી પાડયા હતા.

ડીસીપી ઝોન - ૨ ના એલ.સી.બી. સ્ટાફને માહિતી મળી હતી કે, નવાપુરા મુસ્લિમ મહોલ્લો ઇસ્લામપુરા મસ્જિદની સામે રહેતો કાસીમ યાકુબહુસેન ખલીફા પોતાના ઘરમાં જુગારનો અડ્ડો ચલાવે છે. જેથી,  પોલીસે મોડી રાતે દોઢ વાગ્યે રેડ પાડી હતી. પોલીસે જુગારધામમાંથી (૧) કાસીમ યાકુબહુસેન ખલીફા (૨) તોસિફહુસેન અહેમદહુસેન સંધી (૩) અલ્તાફ અબ્દુલગની પઠાણ (૪) મોહંમદ અયુબ ઉસ્માનમીંયા શેખ (૫) ફિરદોસ ગુલામભાઇ શેખ તથા (૬) શબ્બીર ગુલામભાઇ શેખ ( તમામ રહે. મુસ્લિમ મહોલ્લો, નવાપુરા) ને ઝડપી પાડયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી પાંચ મોબાઇલ ફોન તથા રોકડા મળી કુલ રૃપિયા મળી કુલ ૪૦,૫૩૦ ની મતા કબજે કરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં  હાથીખાના એ.પી.એમ.સી. માર્કેટમાં દાદર નજીક જુગાર રમતા સાત જુગારીઓને પોલીસે  ઝડપી પાડયા હતા.  પોલીસે જુગારીઓ પાસેથી  સાત મોબાઇલ ફોન અને રોકડા મળી કુલ રૃપિયા ૧૪,૫૭૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.


Google NewsGoogle News