વડોદરાના રતનપુરમાં ઝાડીઓમાં અને કારમાં છૂપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
વડોદરાના રતનપુરમાં ઝાડીઓમાં અને કારમાં છૂપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો 1 - image


પોલીસને જોઈ બુટલેગરની પત્ની સાંકડી ગલીઓમાંથી ફરાર

વડોદરા,તા.15 જાન્યુઆરી 2024,સોમવાર

વડોદરા ડભોઇ રોડ પર આવેલા રતનપુર ગામના નામચીન બુટલેગર રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલે રતનપુર ગામની રેલ્વે ફાટક પાસે પોતાનું મકાન જે ભાડે આપ્યું હતું તે મકાનની બાજુમાં બોરડીઓની ઝાડીઓમાં તેમજ ડાર્ક ભૂરા રંગની કારમાં દારૂનો જથ્થો વેચાણ માટે રાખેલો છે તેવી બાતમી વરણામા પોલીસને મળતા પોલીસે ખાનગી વાહનમાં પહોંચીને દરોડો પાડ્યો હતો. આ દરમિયાન કાર પાસે ઊભેલી રાકેશ ઉર્ફે લાલાની પત્ની સીમા પોલીસને જોઈ સોસાયટીની સાંકડી વળાંકવાળી ગલીઓમાંથી ભાગી ગઈ હતી. જ્યારે રાકેશ ફરાર થઈ ગયો હતો. પોલીસે ઝાડીઓમાંથી અને કારમાંથી દારૂની 419 બોટલો કબજે કરી કુલ 4.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે પોલીસે પતિ પત્ની સામે ગુનો દાખલ કરી બંનેની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News