Get The App

વડોદરામાંથી સપ્લાય થયેલો નશીલી સિરપનો જથ્થો અમદાવાદ પોલીસે પકડ્યો

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
વડોદરામાંથી સપ્લાય થયેલો નશીલી સિરપનો જથ્થો અમદાવાદ પોલીસે પકડ્યો 1 - image

વડોદરાઃ વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ગોડાઉનમાંથી સપ્લાય કરવામાં આવેલી નશીલી સિરપનો જથ્થો અમદાવાદ જિલ્લાના હાઇવે પરથી પકડાતાં વડોદરા પોલીસ દોડતી થઇ છે.

અમદાવાદ ગ્રામ્ય એસઓજીને નશીલી સિરપના સપ્લાય અંગે માહિતી મળતાં ગઇરાતે વટામણ ચોકડી પાસે વોચ રાખી હતી.પોલીસે વડોદરા પાસીંગની એક રિક્ષાને આંતરી તપાસ કરતાં અંદરથી પાંચ બોક્સ મળી આવ્યા હતા.

અમદાવાદ પોલીસે તપાસ કરતાં બોક્સમાં ટ્રિપ્રોલિડાઇન નામની કફ સિરફ મળી આવી હતી.જેમાં કોડઇન ફોસ્ફેટ નામનું નશાકારક તત્વ હોવાથી પોલીસે આ જથ્થો કબજે લીધો હતો.પોલીસે રિક્ષામાં બેઠેલા પ્રતીક નરેન્દ્ર ભાઇ પંચાલ(મહેશ્વરી સોસાયટી,ફતેપુરા, લાલઅખાડા પાસે) અને રિક્ષા ડ્રાઇવર શકીલ સલીમભાઇ શેખ(જલારામ પાર્ક,એકતાનગર,આજવા રોડ)ની ધરપકડ કરી હતી.

પોલીસની પૂછપરછ દરમિયાન સિરપની બોટલો વડોદરાના સુભાનપુરામાં આનંદવન કોમ્પ્લેક્સ ખાતેના ઉત્તુંગ બિલ્ડિંગના ગોડાઉનમાંથી રાજુ નામના શખ્સે આપી હોવાની વિગતો ખૂલતાં પોલીસે રાજુને વોન્ટેડ જાહેર કર્યો છે.તો બીજીતરફ વડોદરામાં નશાકારક સિરપનું ગોડાઉન હોવાની માહિતી મળતાં વડોદરા પોલીસ દોડતી થઇ હતી.


Google NewsGoogle News