વાવોલમાં ફ્લેટના પાર્કિંગમાં કારમાંથી વિદેશી દારૃનો જથ્થો પકડાયો

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
વાવોલમાં ફ્લેટના પાર્કિંગમાં કારમાંથી વિદેશી દારૃનો જથ્થો પકડાયો 1 - image


ગાંધીનગરમાં વધતી દારૃની હેરાફેરી વચ્ચે

એલસીબીની ટીમે દરોડો પાડીને ૧.૫૧ લાખનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર સામે ગુનો દાખલ કર્યો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા વાવોલમાં સીવેશ ૧૯૫ ફ્લેટના પાકગમાંથી ગાંધીનગર એલસીબી ટીમ દ્વારા દરોડો પાડીને કારમાંથી વિદેશી દારૃનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો અને કાર માલિક બુટલેગર સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર દારૃની હેરાફેરી વધી રહી છે ત્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ નાના મોટા બુટલેગરો સક્રિય થયા છે. આ સ્થિતિમાં પોલીસ દ્વારા આવા બુટલેગરોને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, વાવોલમાં આવેલા સીવેશ ૧૯૫ ફ્લેટમાં મકાન નંબર જી ૨૦૧માં રહેતો ધર્મપાલસિંહ જયદીપસિંહ સોલંકી ફ્લેટના પાકગમાં તેની કારમાં વિદેશી દારૃનો જથ્થો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ અહીં ત્રાટકી હતી અને કારમાં તપાસ કરતા વિદેશી દારૃની પેટીએમ મળી આવી હતી. જોકે બુટલેગરના ઘરે તપાસ કરતા તે હાજર મળી આવ્યો ન હતો પોલીસે કારમાં ખોલીને જોતા અંદર વિદેશી દારૃની નાની મોટી બોટલ મળી આવી હતી. જેથી ૫૧ હજારનો દારૃ અને એક લાખની કાર મળીને ૧.૫૧ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૃ કરવામાં આવી છે.


Google NewsGoogle News