Get The App

વાસણ ગામના મકાનમાં સંતાડાયેલો વિદેશી દારૃ-બિયરનો જથ્થો મળ્યો

Updated: Feb 23rd, 2021


Google NewsGoogle News
વાસણ ગામના મકાનમાં સંતાડાયેલો વિદેશી દારૃ-બિયરનો જથ્થો મળ્યો 1 - image


- ગાંધીનગર એલસીબીની ટીમે દરોડો પાડી ૯૬ વિદેશી દારૃની બોટલ અને ૧૧૮ ટીન કબ્જે કર્યા-બે સામે ગુનો દાખલ

ગાંધીનગર, તા.23 મંગળવાર 2021

ગાંધીનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા પ્રોહીબીશન ડ્રાઈવ ચલાવાઈ રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે વાસણ ગામે બાતમીના આધારે દરોડો પાડીને મકાનના બાથરૃમમાં સંતાડી રખાયેલી વિદેશી દારૃની ૯૬ બોટલ અને ૧૧૮ બિયરના ટીન ઝડપી પાડયા હતા. જયારે બે શખ્સો સામે ગુનો નોંધીને તેમને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.   

આગામી તા.ર૮ ફેબુ્રઆરીએ ગાંધીનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજાવાની છે ત્યારે જિલ્લામાં પોલીસ દ્વારા પ્રોહીબીશન ડ્રાઈવ શરૃ કરવામાં આવી છે અને આ ડ્રાઈવ અંતર્ગત દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે દોડધામ કરાઈ રહી છે. ગાંધીનગર એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાએ પણ સ્ટાફના માણસોને એલર્ટ રહી દારૃ સંબંધિત કેસો કરવા તાકીદ કરી હતી ત્યારે એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન એએસઆઈ રણજીતસિંહને બાતમી મળી હતી કે વાસણ ગામે રહેતા સંજયસિંહ ઉર્ફે બોડો કરણસિંહ વાઘેલા એ તેના સંબંધી પ્રવિણસિંહ હેમતુજી વાઘેલાના ઘરે દારૃ સંતાડયો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં સંજયસિંહ ઉર્ફે બોડો અંધારાનો લાભ લઈને ભાગ્યો હતો. જયારે પોલીસે પ્રવિણસિંહના ઘરે તપાસ કરતાં તે મળ્યો નહોતો પરંતુ મકાનના બાથરૃમમાંથી વિદેશી દારૃની ૯૬ બોટલ અને બિયરના ૧૧૮ ટીન મળી આવ્યા હતા. દારૃ બિયર અને ફોન મળી કુલ પ૪૯૯૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને આ બન્ને સામે પેથાપુર પોલીસ મથકમાં ગુનો નોંધી ધરપકડ માટે દોડધામ શરૃ કરવામાં આવી હતી. 


Google NewsGoogle News