ટ્રકમાં ગેસ સિલિન્ડરની આડમાં લઈ જવાતો વિદેશી દારૃનો જથ્થો પકડાયો

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
ટ્રકમાં ગેસ સિલિન્ડરની આડમાં લઈ જવાતો વિદેશી દારૃનો જથ્થો પકડાયો 1 - image


ચિલોડા હિંમતનગર હાઈવે ઉપરચંદ્રાલા પાસે

ડ્રાઇવર સહિત બે શખ્સોને પકડી ૧૫.૪૫ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરીને દારૃ ક્યાં પહોંચાડવાનો હતો તે જાણવા તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન હિંમતનગર તરફથી આવતી ટ્રકને ઝડપીને તપાસ કરતા તેમાંથી દારૃ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી ડ્રાઇવર સહિત બે શખ્સોને પકડીને પોલીસે ૧૫.૪૫ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો.

ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર વિદેશી દારૃ ભરેલા વાહનોની હેરાફેરી વધી રહી છે ત્યારે ચિલોડા પોલીસ મથકની ટીમ ચંદ્રાલા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી તે સમય બાતમી મળી હતી કે, હિમતનગરથી ચિલોડા તરફ આવતી ટ્રકમાં વિદેશી દારુ ભરેલો છે. જે બાતમીના આધારે પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. બાતમી મુજબની ગેસના સિલિન્ડર ભરેલી ટ્રકને ઈશારો કરીને રોકી દેવાઈ હતી અને ડ્રાઇવર કંડકટરની પૂછપરછ કરતાં તે ભુદેવસિંહ સુરેશસિંહ રહે, બહારી મુરારીનગર સુદેશ્વર રોડ, ખુર્જા જી-બુલંદશહેર તેમજ રવિન્દ્રકુમાર ઉર્ફે ફુલ્લીશ્રી જયપ્રકાશસિંહ હોવાનું જણાવ્યું હતું.જેઓને સાથે રાખી પોલીસે ટ્રકની તલાશી લેતાં વિદેશી દારૃ અને બિહારનો જથ્થો મળી આવ્યો હતો. જેનાં પગલે પોલીસે ડ્રાઇવર કંડકટરની ૪૦ હજારથી વધુની કિંમતના દારૃના જથ્થા સહિત કુલ રૃ. ૧૫.૪૫ લાખનાં મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ આ દારૃનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે મથામણ શરૃ કરી હતી. 


Google NewsGoogle News