વડોદરાના માંજલપુર વિસ્તારમાંથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
વડોદરાના માંજલપુર વિસ્તારમાંથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો 1 - image


Vadodara Liquor Crime : વડોદરાના માંજલપુર વિસ્તારમાં પોલીસને જોઇને ચાલક એક્ટિવા સહિત વિદેશી દારૂ અને બિયરનો જથ્થો સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે 14 હજારનો વિદેશી દારૂ અરે બિયર તથા એક્ટિવા મળી રૂ.44 હજારનો મુદ્દામાલ કબજે કરી ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી અમરનાથપુરમ સોસાયટી પાસે સ્ટ્રીટ લાઇટના થાંભલા નીચે ઉભો રહીને દારૂનું વેચાણ કરી રહ્યો હતો. દરમિયાન ગઈકાલે રાત્રિના સમય પોલીસની ટીમ પેટ્રોલિંગ દરમિયાન સ્થળ પર પહોંચી હતી. ત્યારે ચાલક પોલીસને જોઈ ત્યાજ એકટીવા મૂકીને ભાગી ગયો હતો. પોલીસની ટીમે એકટીવા પાસે પહોંચી તપાસ કરતા એક થેલામાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે 14 હજારનો વિદેશી દારૂ બિયર જથ્થો અને એકટીવા મળી રૂપિયા 44 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એકટીવાના નંબરના આધારે પોલીસ દ્વારા ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.


Google NewsGoogle News