Get The App

ગાજરાવાડીમાં ઘરમાં રાખેલો ફટાકડાનો જથ્થો કબજે

લાયસન્સ લીધું નહતું, ફાયર સેફ્ટીની પણ કોઇ વ્યવસ્થા કરી નહતી

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News

 ગાજરાવાડીમાં ઘરમાં રાખેલો ફટાકડાનો જથ્થો કબજે 1 - imageવડોદરા,ગાજરાવાડીમાં એક મકાનમાં ગેરકાયદે ફટાકડાનો જથ્થો રાખનાર વ્યક્તિ સામે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

પાણીગેટ પોલીસને માહિતી મળી હતી કે, ગાજરાવાડી ગોકુલનગરમાં એક શખ્સ પોતાના ઘરે ગેરકાયદે ફટાકડાનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા વિકાસ નારાયણભાઇ તડવી મળી આવ્યો હતો. તેના ઘરમાં તપાસ કરતા બેડરૃમમાં અભરાઇ પરથી ફટાકડાના  બોક્સ મળી આવ્યા હતા. પોલીસે અલગ - અલગ  પ્રકારના   ફટાકડાના કુલ ૪૧ બોક્સ કિંમત રૃપિયા ૪૯,૩૫૦ ના કબજે કર્યા હતા. તેની પાસે ફટાકડા વેચાવાનું લાયસન્સ નહતું. તેમજ ફાયર સેફ્ટીના કોઇ સાધનો પણ નહતા. જેથી, પોલીસે વિકાસ તડવી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News