રાંધેજામાં દારૃડીયાઓના ત્રાસથી આંગણવાડી અન્યત્ર ખસેડવા રજૂઆત

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
રાંધેજામાં દારૃડીયાઓના ત્રાસથી આંગણવાડી અન્યત્ર ખસેડવા રજૂઆત 1 - image


ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ

કોર્પોરેશન જૂની આંગણવાડી તોડીને નવી બનાવી રહી છે ત્યારે સ્થાનિકોની બાળકોના ભવિષ્ય માટે કમિશનરને માંગણી

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ રાંધેજા ગામમાં ઉગમણી ભાગોળે શીરવીવાસ પાછળ બનાવવામાં આવી રહેલી નવી આંગણવાડી અન્યત્ર જગ્યાએ બનાવવા માટે સ્થાનિકોએ માંગણી કરી છે કેમકે અહીં દારૃડિયાઓના અડ્ડાઓને કારણે બાળકોના ભવિષ્ય ઉપર જોખમ ઊભું થશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં આમ તો દારૃબંધી છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં જોઈએ તેટલો દારૃ સરળતાથી મળી રહેતો હોય છે ત્યારે પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ એવા રાંધેજા ગામમાં દારૃડિયાઓના ત્રાસને કારણે સ્થાનિકો દ્વારા આંગણવાડીના અન્ય સ્થળે ખસેડવા માટે મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે. જે અંગે મળતી વિગતો પ્રમાણે ગ્રામજનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે, ઉગમણી ભાગોળે આવેલ શીરવી વાસના પાછળ આંગણવાડી આવી છે તેની આસપાસમાં દારૃડિયાઓનો ત્રાસ છે. પાછળના ભાગે તેમજ વાડી અને મકાનોની વચ્ચે ખુલ્લી જગ્યામાં દારૃડિયાઓ બેસતા હોય છે. આ સ્થિતિને કારણે આસપાસના રહેતા નાગરિકોને પણ આ  દારૃડિયાઓનો ત્રાસ ભોગવવાનો વારો આવે છે. એટલું જ નહીં અહીં આવતા નાના બાળકોના ભવિષ્ય ઉપર પણ જોખમ ઊભું થાય તેમ છે. હાલ મહાનગરપાલિકા દ્વારા આંગણવાડી તોડીને નવી મોટી બનાવવાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે તેને અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તે જરૃરી છે. જેનાથી આ દારૃડિયાઓનો ત્રાસ પણ દૂર થાય એને જગ્યા ખુલ્લી કરી દેવાય. દારૃડિયાઓ દ્વારા કરવામાં આવતી ગંદકીના કારણે પણ રોગચાળો ફેલાવવાની દેશદ વ્યક્ત કરવામાં આવી છે. અગાઉ પણ ગ્રામજનો દ્વારા આ સંદર્ભે ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ હજી સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી ત્યારે આ વખતે કોર્પોરેશન યોગ્ય નિર્ણય નહીં લેતો ગ્રામજનો દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


Google NewsGoogle News