વડોદરા: પેરોલ ફર્લો રજા પર ગયેલો પાકા કામનો કેદી બારોબાર ફરાર
Image Source: Freepik
વડોદરા, તા. 23 માર્ચ 2024 શનિવાર
વડોદરા સેન્ટ્રલમાં પોકસોના ગુનામાં પોરબંદરનો આરોપી પાકા કામના કેદી તરીકે દોઢેક વર્ષથી સજા કાપી રહ્યો હતો. દરમિયાન ફેબ્રઆરી મહિનામાં 14 દિવસની ફર્લો રજા મંજૂર થતા એક માર્ચે તેને મુક્ત કરાયો હતો. તેને 16 માર્ચના રોજ પુન: જેલમાં હાજર થવાનું હતું પરતુ થયા વિના બારોબાર ફરાર થઇ ગયો હતો. જેથી જેલરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં કેદી સામે ફરીયાદ નોંધાવી છે.
પોરબંદર જિલ્લામાં રહેતા પ્રફુલગીરી રમેશગીરી ગોસ્વામીને સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં કમલાબાગ પોલીસ દ્વારા તેની ધરપકડ કરી હતી. જેથી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને તા.23 ઓગષ્ટ 2022ના રોજ આજીવન કેદની સજા તથા 20 હજારન દંડ ફટકારવામાં આવ્યો હતો. જેથી છેલ્લા દોઢેક વર્ષથી વડોદરા સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો હતો. દરમિયાન તા.27 ફેબ્રુઆરી 2024ના ફર્લો રજા મંજૂર થતા કેદીને દિન-14 માટે ફર્લો રજા પર 1 માર્ચના રોજ મુકત કરવામાં આવ્યો હતો. જે કેદીએ રજા પૂર્ણ થતા 16 માર્ચના રોજ પરત જેલમાં હાજર થવાનુ હતું પરંતુ હાજર થયા વિના બારોબાર ફરાર થઇ ગયો હતો. જેથી જેલર એસ એચ વસાવાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફર્લો રજા પર ગયેલા કેદી સામે ફરીયાદ નોંધાવી છે.