કોલકત્તાના એસ્ટ્રોલોજરને પકડવા માટે પોલીસની ટીમ રવાના થઇ

પીડિતાના વકીલનું ડીસીપી દ્વારા નિવેદન લેવાયું : આજે અન્ય પોલીસ સ્ટાફના નિવેદનો લેવાશે

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
કોલકત્તાના એસ્ટ્રોલોજરને પકડવા માટે પોલીસની ટીમ રવાના થઇ 1 - image

 વડોદરા, લગ્નની લાલચ આપીને  મહિલાની સાથે શરીર સંબંધ બાંધનાર કોલકત્તાના આરોપીએ મહિલાની દીકરી સાથે  પણ શારીરિક અડપલા કર્યા હતા. જે  અંગે આરોપી સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મકરપુરા  પોલીસની એક ટીમ આરોપીને પકડવા માટે કોલકત્તા રવાના થઇ છે. 

માંજલપુરની  મહિલાએ પોતાની પર બળાત્કાર થયાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકે નોંધાવતા પોલીસ આરોપી પ્રણવ ઉર્ફે પ્રસાદ કુમાર મંડલ, ઉં.વ.૫૦ ( રહે.વોર્ડ નંબર - ૭, ગરપરા,  ગોબરડંગા, પ્રંગંસ, વે. બંગાલ) ને પકડી લાવી હતી. તેની ઓફિસ વેસ્ટ બંગાલ કલ્યાણી, બ્લોક એ, ૪૮ માં છે. પ્રણવ મંડલે કોર્ટમાં જામીન અરજી કરી હતી. તેમાં જણાવ્યું હતું કે, હું એસ્ટ્રોલોજર છું અને મહિલા મારી સાથે કામ કરતી હતી. તેનો પગાર હું આપતો હતો. આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ભોગ બનનાર પીડિતાએ પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ કરી જણાવ્યું હતું કે, મહિલા   પીએસઆઇ આર.એન.ચુડાસમાએ મારી  પાસેથી, આરોપીની ધરપકડ માટે ફ્લાઇટની ટિકિટ કલકત્તાથી અમદાવાદ બુક કરાવવા ૧.૫૫ લાખની માંગણી કરી  હતી. આ કેસની તપાસ પોલીસ કમિશનર દ્વારા ડીસીપી લીના પાટિલને સોંપવામાં આવી હતી. આ કેસમાં પુરાવા એકત્રિત કર્યા પછી પ્રણવ મંડલ સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આજે મકરપુરા પોલીસની એક ટીમ આરોપીને પકડવા માટે કોલકત્તા રવાના થઇ છે. જ્યારે ખાતાકીય તપાસ દરમિયાન ડીસીપી દ્વારા મહિલાના વકીલનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. વકીલે  રૃપિયા ટ્રાન્સફર થયા હોવાની વાતને સમર્થન આપ્યું છે. આવતીકાલે આ કેસમાં અન્ય પોલીસ સ્ટાફના નિવેદનો લેવામાં આવશે.


એ.સી.બી. દ્વારા પીડિતાનું નિવેદન લેવાયું

વડોદરા,પીડિતાએ માંજલપુરના મહિલા પી.એસ.આઇ. આર.એન.ચુડાસમા સામે એ.સી.બી.માં પણ ફરિયાદ કરી હતી. જેની તપાસ માટે એ.સી.બી.ના ડાયરેક્ટરની તપાસ માટે મંજૂરી આવતા તપાસ શરૃ કરવામાં આવી છે. આજે એ.સી.બી.એ પીડિતાનું નિવેદન લીધું હતું. અંદાજે ચાર કલાક સુધી થયેલી કાર્યવાહી દરમિયાન પીડિતાએ રૃપિયા ટ્રાન્સફર કર્યા તે અંગેના સ્ક્રીન શોટ પણ આપ્યા હતા.


Google NewsGoogle News