ભાયલીના ફ્લેટમાં જિમ ટ્રેનરે જ્વલનશીલ પદાર્થ છાંટી આપઘાત કર્યો હતોઃપોલીસ તપાસમાં ખૂલ્યું

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
ભાયલીના ફ્લેટમાં જિમ ટ્રેનરે જ્વલનશીલ પદાર્થ છાંટી આપઘાત કર્યો હતોઃપોલીસ તપાસમાં ખૂલ્યું 1 - image

વડોદરાઃ ભાયલીના ફ્લેટના બાથરૃમમાંથી જિમ ટ્રેનરનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવવાના  બનાવની તપાસ દરમિયાન જિમ ટ્રેનરે આપઘાત કર્યો હોવાની વિગતો બહાર આવી છે.

ભાયલીના પ્રિન્સ રિટ્રીટ-૪ ખાતે આઠમા માળે રહેતા જિમ ટ્રેનર અભિષેક ત્રિવેદીનો બાથરૃમમાં સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર વ્યાપી હતી.બનાવના સ્થળે બાથરૃમની સિલિંગ તૂટેલી મળી આવતાં ૪૨ વર્ષીય અભિષેકભાઇનું મોત ગીઝર ફાટવાથી થયું હોવાની વાત ચર્ચાના કેન્દ્ર સ્થાને રહી હતી.

ગોત્રીના પીએસઆઇ કે સી બ્રહ્મભટ્ટે બનાવની તપાસ કરી હતી અને ફોરેન્સિકની પણ મદદ લીધી હતી.પ્રાથમિક તપાસમાં બાથરૃમમાં શોર્ટસર્કિટ થયું હોય તેમ ક્યાંય જણાઇ આવ્યું નહતું.જ્યારે ગીઝર પણ યથાવત હતું.મરનારના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

પોલીસની તપાસ દરમિયાન મરનારે જ્વલનશીલ પદાર્થ છાંટીને આપઘાત કરી લીધો હોવાની વિગતો બહાર આવી છે.આ પદાર્થ પેટ્રોલ હોવાનું જણાય છે.પરંતુ તેની માહિતી માટે પોલીસે ફોરેન્સિક નિષ્ણાંતોની મદદ લીધી છે.


Google NewsGoogle News