મકરપુરા ગામ પાસેથી ૩.૪૫ લાખનો દારૃ ભરેલી પીકઅપ વાન પકડાઇ

દારૃ સપ્લાય કરનાર બે ભાઇઓ તથા દારૃ મંગાવનાર આરોપી વોન્ટેડ

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
મકરપુરા ગામ પાસેથી ૩.૪૫ લાખનો દારૃ ભરેલી પીકઅપ વાન પકડાઇ 1 - image

વડોદરા,મકરપુરા ગામમાં વિદેશી દારૃની ડિલીવરી આપવા આવતા કેરિયરને મકરપુરા પોલીસે ઝડપી પાડી ૩.૪૫ લાખનો દારૃ કબેજ કર્યો છે. જ્યારે ત્રણ આરોપીઓને  વોન્ટેડ જાહેર કર્યા છે.

મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં  પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, મધ્યપ્રદેશ તરફથી એક પીકઅપ વાનમાં શાકભાજીની આડમાં વિદેશી દારૃનો જથ્થો વડોદરા મકરપુરા ગામ વિસ્તારમાં આવવાનો છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી હતી.સવારે સાડા છ વાગ્યે પીકઅપ વાન આવતા તેને ઉભી  રાખી તપાસ કરતા પ્લાસ્ટિકની થેલીમાં મરચા ભરેલા હતા. જે થેલીઓને હટાવતા વિદેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો. પીકઅપ વાનને મકરપુરા પોલીસ સ્ટેશન લઇ આવી ચેક કરતા બિયર અને દારૃની ૧,૮૭૧ બોટલ કિંમત રૃપિયા ૩.૪૫ લાખની મળી આવી હતી.  પોલીસે પીકઅપ વાનના ચાલક કમલેશ જેતુભાઇ બધેલ (રહે. વાસ્કીલીયા ફળિયું, બરખેડા ગામ, તા. જોબટ, જિ.અલીરાજપુર, મધ્યપ્રદેશ) ને પૂછતા તેણે જણાવ્યું હતું કે, પીકઅપ વાનમાંથી ભાગી જનારનું નામ રાજુભાઇ (રહે. નંદવાની, મધ્યપ્રદેશ) છે. આ દારૃનો જથ્થો  રાજુ તથા તેનો ભાઇ માધુ લાવ્યા છે. દારૃનો જથ્થો મકરપુરા ગામમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ કાલીદાસ પાટણવાડિયા ને આપવાનો હતો. પોલીસે દારૃ, મોબાઇલ, પીક અપ વાન, મરચાના થેલા મળી કુલ રૃપિયા ૭.૫૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


Google NewsGoogle News