Get The App

કીર્તિ સ્થંભ બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઇને ઉભેલા મુસાફરના ખિસ્સામાંથી ફોન ચોરાયો

કીર્તિ સ્થંભ નજીક ચોર ગઠિયાઓનો અડિંગો : મુસાફરોનો સામાન ચોરાય છે

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
કીર્તિ સ્થંભ બસ સ્ટેન્ડ પર   બસની રાહ જોઇને ઉભેલા મુસાફરના ખિસ્સામાંથી ફોન ચોરાયો 1 - image

વડોદરા,કીર્તિસ્થંભ નજીક બસની રાહ જોઇને ઉભેલા મુસાફરના ખિસ્સામાંથી ચોર મોબાઇલ ફોન સેરવી ગયો હતો.

કરજણ તાલુકાના આલમપુરા ગામે ભાગોળ ફળિયામાં રહેતો પ્રિન્સ શૈલેષભાઇ  પટેલ ફતેગંજમાં ફાયનાન્સની ઓફિસમાં નોકરી કરે છે. નવાપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૬ ઠ્ઠીએ હું મારૃં કામ પતાવીને પરત ઘરે જવા માટે કીર્તિસ્થંભ આવીને બસની રાહ જોતો ઉભો હતો. સાડા છ વાગ્યે બસ આવતા હું બસમાં બેસવા જતો હતો. તે સમયે બસ સ્ટેન્ડ પર મુસાફરોની ભીડ વધારે હતી. મારા ખિસ્સામાંથી કોઇ ચોરે મોબાઇલ ફોન ચોરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, કીર્તિસ્થંભ નજીક મુસાફરોની ભીડનો લાભ લઇને ચોર હાથ સાફ કરી લેતા હોય છે. મુસાફરોના પર્સ, મોબાઇલ  ફોન ચોરી થઇ જતા હોય છે. નવાપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી  ચોરની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News