વડોદરા: દિવાળીપુરા કોર્ટના પાર્કિંગમાંથી મોપેડ ચોરનાર શખ્સ ઝડપાયો

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
વડોદરા: દિવાળીપુરા કોર્ટના પાર્કિંગમાંથી મોપેડ ચોરનાર શખ્સ ઝડપાયો 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 13 માર્ચ 2024 બુધવાર

વડોદરા દિવાળીપુરા કોર્ટના પાર્કિંગમાંથી મોપેડની ચોરી કરનાર વાહન ચોરને અકોટા પોલીસ જેતલપુર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. 

અકોટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમા તપાસ કરી રહ્યો હતો અને 12 માર્ચના રોજ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીની માહિતી મેળવી રહ્યા હતા. તે દરમિયાન જેતલપુર બ્રિજ ઇન્ડિયયા બુલ્સ મોલની સીમે આવતા સીસીટીવી ફુટેજ ચેક કરતા વાહનચોર મોપેડ લઇને દેખાયો હતો અને મોપેડના વેચાણ કરવાની ફિરાકમાં ફરી રહ્યો હતો. જેથી અકોટા પોલીસની ટીમે બાતમી મુજબના સ્થળ પર પહોંચી જઇને તેને ઝડપી પાડ્યો હતો. મોપેડના પુરાવા તેની પાસે માગત ન હતા. જેથી મોપેડ ચોર ખાલી યુસુફ ગાઝિયાવાલાની પુછપરછ કરતા 2 માર્ચના રોજ દિવાળીપુરા કોર્ટના પાર્કિંગમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News