ચપ્પુ લઈ ફરતા માથાભારે ઇસમની પોલીસ દ્વારા અટકાયત

Updated: Apr 20th, 2024


Google NewsGoogle News
ચપ્પુ લઈ ફરતા માથાભારે ઇસમની પોલીસ દ્વારા અટકાયત 1 - image


Image: Freepik

વડોદરા શહેરના આજવા રોડ ડી માર્ટ પાસે એક ઈસમ કમરના ભાગે ધારદાર ચપ્પુ લઇને ફરતા પકડાતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બાપોદ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે આજવા રોડ ડી માર્ટ પાસે દુર્વા હાઈટસ્ નજીક એક ઈસમ કમરના ભાગે કશુક ધારદાર સાધન લઈ ફરતો હોવાનું વહેમ જતા તેને રોકી પૂછપરછ કરતાં ઈસમ ઈજાજખાન અઝીઝખાન પઠાણ (રહે. જય અંબે નગર, બહાર કોલોની પાસે, આજવા રોડ) હોવાનું જણાઈ આવ્યું હતું. તેના પેન્ટના પાછળના ભાગે ચપ્પુ મળી આવતા તેની તપાસ કરતાં તે સાડા સાત ઇંચ લાંબુ જણાયું હતું. ચપ્પુ ધારદાર હોવાથી પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ અંગે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.


Google NewsGoogle News