ધોળાકુવા પાસે પોલીસ જોઇ ખેતરમાં ભાગેલો રાહદારી રીઢો ચોર નીકળ્યો
ઘરફોડ ચોરીના ચાર ગુના ઉકેલાયાં
માણસામાં મંદિરમાંથી ઉપરાંત કલોલ, ચિલોડા અને મોડાસામાં હાથફેરો કર્યાનું કબૂલ્યુ ઃ અગાઉ પણ પકડાઇ ચૂક્યાનું ખુલ્યું
ગાંધીનગર : ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ધોળાકુવા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન હાથમાં થેલી ઝુલાવતો આવી રહેલો એક શખ્સ અચાનક રોડ પરથી નીચે ઉતરીને ખેતરમાં ભાગવા લાગ્યો હતો. પોલીસે તેને ઝડપી પાડીને પૂછપરછ કરતાં માણસામાં મંદિરમાંથી ઉપરાંત કલોલ, ચિલોડા અને મોડાસામાં હાથફેરો કર્યાનું કબુલ્યુ હતું. પોલીસ તપાસમાં તે અગાઉ પણ ચોરીના ગુનાઓમાં પકડાઇ ચૂક્યો હોવાનું ખુલ્યુ હતું.
પોલીસે ચાલુ વર્ષ દરમિયાન જ નોંધાયેલા ચોરીના ચાર ગુના સબબ
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના કુંભારીયા ગામે રહેતા આરોપી અર્જુન ફતીયાભાઇ
કાસીયાભાઇ નટ નામના શખ્સને ઝડપી લેવામાં
આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે ઉપરોક્ત ગુનાઓની કબુલાત કરી હતી. પોલીસે તેની
પાસેથી ચાંદીના બે છતર, રૃપિયા
૧૫૦૦ રોકડા તથા મોબાઇલ ફોન જપ્ત કર્યા હતાં. પોલીસે કરેલી તપાસ દરમિયાન જાણવા
મળ્યુ હતું, કે આરોપી
સામે અગાઉ હિંમતનગર, ચિઢોડા
અને અંબાજી પોલીસ મથકમાં પણ ચોરી કરવાના ગુના નોંધાઇ ચૂક્યા છે. આરોપીએ કબુલ કર્યા
પ્રમાણે ગાંધીનગર જિલ્લામાં ચોરીઓ કરવા સમયે તેની સાથે કુંભારીયા ગામના જ અન્ય બે
શખ્સો ભેરૃ ગોકળભાઇ શરમલભાઇ નટ અને ઇન્દ્રાજ પ્રકાશભાઇ નટ પણ સામેલ હતાં. આ સાથે
પોલીસે ઉપરોક્ત બન્ને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.