સંભવિત રોગચાળાને ધ્યાને લઇ સયાજીમાં નવો વોર્ડ કાર્યરત
વોર્ડમાં ૨૮ દર્દીઓ માટે બેડની વ્યવસ્થા : હાલમાં સયાજીમાં ૭ વોર્ડમાં ૩૪૦ બેડ છે
વડોદરા,શહેરમાં પૂરના પાણી ઓસર્યા પછી સંભવિત રોગચાળાની પરિસ્થિતિને ધ્યાને લઇ સયાજી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે એક અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના પાણી ઓસર્યા પછીના ૧૦ થી ૧૫ દિવસમાં રોગચાળો ફેલાવાની શક્યતા છે. જેના કારણે દર્દીઓની સંખ્યા વધે ત્યારે અંધાધૂંધી ના સર્જાય તે માટે સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રંજન ઐયર દ્વારા એક અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જે સ્થળે કોવિડ સમયે લેવામાં આવેલા ૩૦૦ થી વધુ હાલમાં બિન ઉપયોગી પડી રહ્યા હતા. જેમાં ૨૮ દર્દીઓ માટે બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં સયાજી હોસ્પિટલમાં હાલમાં ૩૪૦ થી વધુ બેડ છે. જેમાં ઇન્ડોર પેશન્ટની સારવાર થઇ રહી છે.