Get The App

નેપાળથી આવેલી વિદ્યાર્થિનીને પ્રેમીએ દગો દીધો,આપઘાત કરવા જતાં બચાવી

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
નેપાળથી આવેલી વિદ્યાર્થિનીને પ્રેમીએ દગો દીધો,આપઘાત કરવા જતાં બચાવી 1 - image

વડોદરાઃ વડોદરા નજીકના હાઇવે પર વિદેશી યુવતી રડમસ હાલતમાં ફરી રહી હોવાની માહિતી મળતાં અભયમની ટીમે તેનું કાઉન્સેલિંગ કરીને બચાવી લીધી હતી.

નેપાળથી અભ્યાસ માટે આવેલી વિદ્યાર્થિનીને એક યુવક સાથે ફ્રેન્ડશિપ થઇ હતી અને આ ફ્રેન્ડશિપ પ્રેમમાં પરિણમી હતી. બંને જણા એક વર્ષથી એક બીજાના પરિચયમાં હતા અને સાથે હરતાફરતા હતા.યુવતીએ આ યુવક સાથે ભવિષ્યના સપના પણ જોઇ લીધા હતા.

પરંતુ કેટલાક દિવસ પહેલાં આ યુવતીને જાણવા મળ્યું હતું કે,તે જેને દિલોજાનથી ચાહી રહી છે તે યુવક તો પરિણીત છે અને આ વાત તેણે છુપાવી રાખી છે.જેથી તેને આઘાત લાગ્યો હતો.

હતાશ થઇ ગયેલી યુવતી હાઇવે પર રડતી હાલતમાં ફરતી હતી.જેથી કોઇએ અભયમને જાણ કરતાં અભયમે કાઉન્સેલિંગ કર્યું હતું.જે દરમિયાન યુવતી આપઘાતનો વિચાર કરતી હોવાનું જાણવા મળ્યું હતું.તેનું અસરકારક રીતે કાઉન્સેલિંગ કરાતાં તેણે પોતાની ભૂલ સ્વીકારી હતી.


Google NewsGoogle News