Get The App

વડોદરા ઘર આંગણે તાપણું કરવાના મુદ્દે પાડોશી પર તલવાર વડે હુમલો

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
વડોદરા ઘર આંગણે તાપણું કરવાના મુદ્દે પાડોશી પર તલવાર વડે હુમલો 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 11 જાન્યુઆરી 2024 ગુરૂવાર 

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ભીલાપુર ગામે ઘર આંગણે તાપણું કરવાના મુદ્દે પાડોશી વચ્ચે ઝઘડો થતાં  તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાથી મામલો ડભોઇ પોલીસ મથકે પહોંચ્યો હતો.

મળતી માહિતી અનુસાર ડભોઇ તાલુકાના ભીલાપુર ગામના તલાવડીવાળા ફળિયામાં રહેતા 25 વર્ષના શેખર પપ્પુભાઈ વસાવાએ ડભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે આઠમી તારીખે સાંજે સાત વાગ્યે તેઓ પોતાના ઘરે હતા. ત્યારે પાડોશમાં રહેતા સંજય સુનિલભાઈ રબારીએ ઠંડીથી બચવા ઘર આંગણે રોડ પર તાપણું કર્યું હતું. તેને કારણે આવતા જતા વાહનોને અડચણ થતી હતી. તેથી શેખરના પપ્પા પપ્પુભાઈ વસાવા એ સંજયને રસ્તા વચ્ચે તાપનું નહીં કરવા માટે કહ્યું હતું. તે બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે શેખર બંનેની વચ્ચે પડી સંજયને સમજાવતો હતો અને પોતાના પિતા પપ્પુ ભાઈને ઘરે લાવ્યો હતો. દરમિયાન પુષ્કર રહેલો સંજય પોતાના ઘરેથી તલવાર લઈ આવ્યો અને શેખરના માથા પર ઝીંકી દીધી હતી. બાદ મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. ડભોઇ પોલીસે હુમલાખોર સંજય સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News