Get The App

હિન્દુ યુવતી સાથે શરીર સંબંધ રાખનાર મુસ્લિમ યુવકે નાની બહેન ઉપર પણ દાનત બગાડી

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
હિન્દુ યુવતી સાથે શરીર સંબંધ રાખનાર મુસ્લિમ યુવકે નાની બહેન ઉપર પણ દાનત બગાડી 1 - image

image : Freepik

- અપાહિજ માતા સમીર પઠાણને દીકરો માનતા હતા : ઘરમાં અન્ય સભ્યોની ગેરહાજરીમાં યુવતી પર દુષ્કર્મ ગુજારતો હતો

વડોદરા,તા.16 માર્ચ 2024,શનિવાર

વડોદરાના આજવા રોડની યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ઘરકામ કરી મારું જીવન ગુજારું છું. પરિવારમાં માતાનો ડાબો પગ ઘુંટણ નીચેથી કપાઈ ગયેલ હોય અને તે અપાહીજ હોય તેની સેવા હું તથા મારી નાની બહેન કરીએ છીએ. ઘરે છેલ્લા સાતેક વર્ષથી મને સમીર સલીમ પઠાણ (રહે. એકતાનગર, આજવા રોડ)નાઓ અમારા મહોલ્લામાં આવતો જતો હોય અને તે ઓટોરીક્ષા ચલાવતો હોય અને કોઈક વાર હું રીક્ષામાં કામ માટે તેની સાથે જતી હતી અને મારી માતા તેને છોકરા જેવો માનતી હતી. છેલ્લા પાંચ વર્ષથી સમીર સલીમ પઠાણ મને જણાવતો હતો કે, તારે મારી સાથે સંબંધ બાંધવો જ પડશે. કેમ કે તારી નાની બહેન છે અને તારી માતા પગેથી અપાહીજ છે અને તમો મારૂ કંઈ બગાડી લેવાના નથી. મને દબાણમાં લાવી મારા ઘરે મારી માતા તેમજ મારી બહેનની ગેરહાજરીમાં શરીર સંબધ બાંધતો હતો. વાત હું મારી બહેન તથા માતાને જણાવતી ન હતી. તેના કહયા પ્રમાણે હું તેની સાથે શરીર સંબધ બાંધતી હતી. છેલ્લા એક વર્ષથી સમીર પઠાણ તેની ઓટોરીક્ષા લઈને અમારા ઘરે આવતો હતો.

દરમિયાન સમીર રાત્રીના દસ વાગ્યાના સુમારે હું તથા મારી માતા મકાનના નીચેના રૂમમાં હતા અને ઉપરના માળે નાની બહેન જમવાનું બનાવતી હતી. દરમ્યાન સમીર પઠાણ અમારા ઘરે અમારી એકટીવા લઈને આવેલો અને તેને એકટીવા ઘર પાસે પાર્ક કરી સીધો પહેલા માળે જતો રહેલ. થોડીવારમાં મારી બહેન મને બુમ મારી ઉપર બોલાવતા હું ઉપર ગયેલી ત્યારે સમીર પઠાણ મારી બહેન સાથે હાથા પાઈ કરી તેના કપડા ફાડી નાખેલ. જેથી મે તેને જણાવેલ કે તું શું કરે છે? તેમ કહી મે તેને ધક્કો મારી દીધેલ અને સમીર મને જણાવેલ કે મારે તારી બહેન સાથે સુવુ છે. તેમ જણાવતા અમારા બન્ને વચ્ચે મારામારી થઈ હતી. અમને ગમે તેમ બિભત્સ ગાળો આપેલ અને અમો બન્ને લડતા લડતા નીચેના રૂમમાં આવી ગયેલા. મારા ઘરની બહાર આવેલ મંદીરમાંથી તલવાર કાઢી મે મારવા જતા બુમાબુમા કરતા લોકો ભેગા થઈ જતા સમીર પઠાણ ભાગી ગયેલ. બનાવ મામલે યુવતીએ સમીર વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે.


Google NewsGoogle News