બંધ મકાનોમાં ત્રાટકવા માટે લબરમૂછિયા અને સાગરીતે દુકાનના તાળાં તોડી બાઇક ચોરી પણ પકડાઇ ગયો

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
બંધ મકાનોમાં ત્રાટકવા માટે લબરમૂછિયા અને સાગરીતે દુકાનના તાળાં તોડી બાઇક ચોરી પણ પકડાઇ ગયો 1 - image

વડોદરાઃ ચોરી કરેલી બાઇક પર બંધ મકાનોમાં ચોરી કરવા નીકળેલો સગીરને લોકોની સતર્કતાથી પોલીસે ઝડપી પાડયો છે.

ગોત્રીના યશ કોમ્પ્લેક્સ નજીક ચોરી કરવા માટે આવેલો એક લબરમૂછિયો પકડાતાં પોલીસ કંટ્રોલરૃમે લક્ષ્મીપુરા પોલીસની વાનને મોકલી હતી.પોલીસે સગીરની તપાસ કરતાં તેની પાસે ચોરીના સાધનો મળી આવ્યા હતા.

પોલીસે મોટર સાઇકલ બાબતે પૂછપરછ કરતાં સગીરે ગલ્લાતલ્લા કર્યા હતા.જેથી બાઇક નંબરને આધારે તપાસ કરતાં સગીર પાસેથી મળેલી બાઇક ગઇ તા.૧૨મીએ રાતે બાજવાની દુકાનના તાળા તોડીને ચોરી કરવામાં આવી હોવાનું ખૂલ્યું હતું.જે અંગે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.સગીરની સાથે તેનો સાગરીત પણ સામેલ હોવાની માહિતી મળતાં તેની તપાસ કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News