મહીસાગરની સગીર કન્યાને વડોદરા બોલાવી બળાત્કાર,સબંધીને વીડિયો મોકલ્યો
વડોદારાઃ મહીસાગરની સગીર કન્યાને વડોદરા બસ ડેપો પર બોલાવ્યા બાદ સગીર આરોપીએ બળાત્કાર ગુજાર્યો હતો અને સગીરાના સબંધીને વીડિયો પણ મોકલી દીધો હતો.
પીડિતાના વાલીએ પોલીસને કહ્યું છે કે,એક વર્ષ પહેલાં સગીર કન્યાને તેના પરિચયમાં આવેલા યુવકે વડોદરા બસ ડેપો પર મળવા માટે બોલાવી હતી અને ત્યારબાદ બાજુના એક મકાનની રૃમમાં લઇ જઇ તેની મરજી વિરૃધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.
ત્યારબાદ આરોપી સગીરાને ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો અને બે થી ત્રણ વાર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે સગીરાના એક સબંધીને ફોટા અને વીડિયો મોકલ્યા હતા.
બનાવ અંગે સયાજીગંજના પીઆઇ આરજી જાડેજાએ બળાત્કાર અને આઇટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી હતી.જે દરમિયાન તે પણ સગીર હોવાની વિગતો ખૂલી હતી.