સ્પ્રે,શેમ્પુ સહિતની ચીજોના જથ્થા સાથે પરપ્રાંતીય યુવક પકડાયો

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
સ્પ્રે,શેમ્પુ સહિતની ચીજોના જથ્થા સાથે પરપ્રાંતીય યુવક પકડાયો 1 - image

વડોદરાઃ સયાજીગંજ વિસ્તારમાંથી પોલીસે સ્પ્રે અને શેમ્પુ સહિતની ચીજોના મોટા જથ્થા સાથે એક શકમંદને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ,ડેરીડેન સર્કલ પાસે એક શખ્સ સ્પ્રે,શેમ્પુ,મોજાં,વિવિધ ક્રિમ વગેરેનું વેચાણ કરી રહ્યો હોવાથી તેની પાસે ઉપરોક્ત ચીજોના બિલ કે અન્ય કોઇ પુરાવા માંગવામાં આવ્યા હતા.પરંતુ તેની પાસે કોઇ આધાર મળ્યો નહતો.

પોલીસે પૂછપરછ કરતાં તેનું નામ ક્રિષ્ણા રામક્રિષ્ણા મૈનાલી(વિજય નગર,વિરાર-ઇસ્ટ,મુંબઇ) હોવાનું ખૂલ્યું હતું.જેથી તેની પાસેથી રૃ.૯૧ હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ કરવામાં આવી છે.


Google NewsGoogle News