Get The App

દેવું વધી જતા આધેડે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી દીધું

સેવાસીમાં રહેતા પ્રૌઢનો ફાંસો ખાઇને આપઘાત

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
દેવું વધી જતા આધેડે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી દીધું 1 - image

વડોદરા.ઘર ખર્ચ માટે બહારથી લીધેલા રૃપિયાના ટેન્શનમાં હેર સલૂનમાં નોકરી કરતા શખ્સે ઝેરી દવા ગટગટાવી લેતા મોત થયું હતું. જે અંગે ગોત્રી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી માહિતી મુજબ, ગોત્રી ગાયત્રી નગરમાં  રહેતા ૪૨ વર્ષના રૃપેશભાઇ રામદાસભાઇ શ્રીવાસ સયાજીગંજ વિસ્તારમાં આવેલી ચેમ્પિયન ેર સલૂનમાં નોકરી કરતા હતા.તેમણે ઘર ખર્ચ માટે બહારથી વ્યાજે રૃપિયા લીધા હતા. તે રૃપિયા પરત ચૂકવવાના ટેન્શનમાં તેઓ રહેતા હતા. ગઇકાલે તેમણે ઝેરી દવા ગટગટાવી લેતા મોત થયું હતું. જે અંગે ગોત્રી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં સેવાસી અર્બન રેસિડેન્સીમાં  રહેતા  હેમુભાઇ બાલુભાઇ પટેલ ફ્રૂટની લારી ચલાવતા હતા. છેલ્લા બે મહિનાથી તેમણે લારી બંધ કરી દીધી હતી. ગઇકાલે રાતે તેમના દીકરાઓ બહાર નાસ્તો કરવા ગયા હતા. તેમના પત્ની વાસણ ઘસતા હતા. તે દરમિયાન અંદરના રૃમમાં તેમણે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. જે અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News