mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

બિલેશ્વરપુરા પાસે આઈશર ટ્રક પલટી ખાઈ જતા આધેડનું મોત

Updated: Jun 18th, 2024

બિલેશ્વરપુરા પાસે આઈશર ટ્રક પલટી ખાઈ જતા આધેડનું મોત 1 - image


ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક હાઈવેની સાઈડમાં ઉતરી પલટી મારી ગઇ

કલોલ :  કલોલના બિલેશ્વરપુરા પાસે હાઇવે પરથી પસાર થઈ રહેલ આઇસર પલટી ખાઈ ગઈ હતી. જેને કારણે સાઈડમાં ઊભેલા આધેડનું મૃત્યુ થયું હતું. આધેડ વાહનની રાહ જોઈને હાઈવેની સાઈડમાં ઊભા હતા તે દરમિયાન આઇસર તેમની ઉપર પડતા દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ તાત્કાલિક દોડી આવી હતી. અકસ્માત થતા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતની ઘટનાને પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બિલેશ્વરપુરા હાઇવે પર પાટણના અંબાલાલભાઈ નામના આધેડ વાહનની રાહ જોઈને ઉભા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતી આઈશર ટ્રક અચાનક પલટી ખાઈ ગઇ હતી. પલટી ખાઈને ટ્રક અંબાલાલભાઈ પર પડયો હતો જેને કારણે તેઓ ટ્રક નીચે દબાઈ ગયા હતા. અકસ્માત થતાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આધેડને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. જોકે ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું.

અમદાવાદ મહેસાણા હાઇવે પર છાસવારે અકસ્માતો સર્જાતા રહે છે. બે દિવસ અગાઉ રાજપુર હાઈવે પર અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ બાદ બિલેશ્વરપુરા ખાતે ચાલકે કાબુ ગુમાવતા પલટી ખાઈ ગઈ હતી. આ હાઈવે સાંકડો પડતો હોવાથી વાહનચાલકોને પારાવાર તકલીફનો સામનો કરવો પડે છે. બિલેશ્વરપુરા પાસે અકસ્માત થતાં ટ્રાફિકજામ પણ સર્જાઈ ગયો હતો. જેને પગલે ટોલ ટેક્સ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રાફિકજામ હળવો કરાવી લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ પહોંચાડવાની તજવીજ હાથ ધરી હતી. 

Gujarat