Get The App

રેલવેમાં જૂની પેન્શન સ્કીમ સહિત પડતર માંગણીઓ અંગે ભારે સુત્રોચ્ચાર સાથે વિશાળ રેલી યોજાઈ

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
રેલવેમાં જૂની પેન્શન સ્કીમ સહિત પડતર માંગણીઓ અંગે ભારે સુત્રોચ્ચાર સાથે વિશાળ રેલી યોજાઈ 1 - image


Image Source: Freepik

તંત્રના કાન નહીં ખુલે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવા રેલ કર્મીઓનો હુંકાર

વડોદરા, તા. 08 ડિસેમ્બર 2023 શુક્રવાર

જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ સહિત અન્ય અનેક પડતર માંગણીઓ અને પ્રશ્નો બાબતે વેસ્ટન રેલવે એમ્પ્લોય યુનિયન દ્વારા પ્રતાપ નગર રેલવે ઓફિસ ખાતે બેનરો અને પ્લે કાર્ડ સહિત સૂત્રોચ્ચાર સાથે રેલવે કર્મીઓએ વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. માગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરાશે તેવું અગ્રણીઓએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતાપ નગર રેલવે કચેરી ઓફિસ ખાતે આજે એન્યુઅલ જનરલ મીટીંગ યોજાવાની છે. આ મિટિંગમાં કેટલાક ઠરાવો પણ પસાર થશે જેથી વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન વડોદરા ડિવિઝન દ્વારા યુવાન કર્મીઓમાં જાગૃતિ લાવવાના ઇરાદે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જૂની પેન્શન સ્કીમ ફરીવાર લાગુ કરવા ની માગણી સહિત અન્ય અનેક પડતર માંગણીઓ બાબતે તંત્રના કાન ખોલવા પ્રયાસ કરાશે. વિશાળ બેનરો અને પ્લે કાર્ડ તથા લાલ સહિતની આ વિશાલ રેલીમાં ઉપસ્થિત સૌ કોઈએ ભારે સૂત્રોચ્ચાર કરીને જણાવ્યું હતું કે પડતર માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવાશે.


Google NewsGoogle News