વડોદરા નજીક ભણીયારા ગામ પાસે સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ
વડોદરાઃ વડોદરા નજીક ભણીયારા ગામ પાસે સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેતાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમોને નાકે દમ આવી ગયો હતો.
જરોડ રોડ પર આવેલા ભણીગારા ગામે સચ્ચિદાનંદ મંદિર રોડથી એક કિમી અંદરના ભાગે ખુલ્લામાં પ્લાસ્ટિક સહિતના સ્ક્રેપનો જંગી જથ્થો સ્ટોર કરવામાં આવ્યો હતો અને આજે બપોરે એકાદ વાગે તેમાં કોઇ કારણસર આગ લાગી હતી.
આગ એટલી ભયાનક હતી કે દૂર દૂર સુધી જોઇ શકાતી હતી.વડોદરા ફાયર બ્રિગેડે પણ આગ કાબૂમાં લેવા પાંચ ફાયર એન્જિન કામે લગાવ્યા હતા.પરંતુ આગ કાબૂમાં આવતી નહતી.
આગ બૂઝાવવા પાણી લેવા માટે નજીકની કેનાલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ફાયર બ્રિગેડે લગભગ આઠકલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી.આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.પરંતુ ગરમીને કારણે આગ લાગી હોવાનું મનાય છે.