ડીવાેર્સી મહિલાના માથામાં સિંદૂર પુરી પરિણીત યુવકનો બળાત્કાર,કેનેડા લઇ જવાનું કહી ગર્ભપાત કરાવ્યો
વડોદરાઃ ડીવોર્સી મહિલા સાથે ફેસબુકના માધ્યમથી પરિચયમાં આવ્યા બાદ લગ્નની લાલચ આપી પરિણીત યુવકે વારંવાર બળાત્કાર ગુજારી ગર્ભપાત કરાવી લગ્નનો ઇનકાર કરી દેતાં મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
પીડિતાએ અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું છે કે,ખાનગી કંપનીમાં નોકરી કરતા તરૃણ સવાભાઇ પટેલ(૩૪ વર્ષ રહે.અવધપુરી સોસાયટી, ધોળકા રોડ,બાવળા,અમદાવાદ) સાથે પરિચય થયા બાદ લગ્નની લાલચ આપી મારી સાથે તા.૨-૫-૨૩ ના રોજ વડોદરાની સંપતરાવ કોલોની ખાતે આવેલી લેન્ડમાર્ક હોટલમાં બળાત્કાર ગુજાર્યો હતો.
ત્યારપછી પણ તરૃણ પટેલે ચાર ધામની યાત્રા દરમિયાન માથામાં સિંદૂર પુરી લગ્નની ખાતરી આપી વારંવાર હોટલોમાં બળાત્કાર ગુજાર્યો હતો.જેને કારણે હું પ્રેગનન્ટ બની હતી.જેથી તરૃણ મને કેનેડા લઇ જશે તેમ કહી ગર્ભપાત કરાવવા માટે દવા લેવા દબાણ કરતો હતો.
પીડિતાએ કહ્યું છે કે,મેં દવાઓ લેતાં ગઇ તા.૧૦મી જાન્યુઆરીએ મને પેટમાં દુખાવો થયો હતો.જેથી મને અમદાવાદ સીટીએમ ખાતે સાંકેત વુમન ક્લિનિકમાં દાખલ કરાઇ હતી.બીજા દિવસે ડોક્ટરે રિપોર્ટ કરાવતાં મને ગર્ભપાત થયો હોવાનું કહ્યું હતું.ત્યારબાદ તા.૨૧મી ફેબુ્રઆરીથી તરૃણે મારી સાથે સબંધો કાપી નાંખ્યા હતા અને મારો મોબાઇલ નંબર પણ બ્લોક કરી દીધો છે.આ ફરિયાદને આધારે અકોટાના પીઆઇ વાયએમ મકવાણાએ બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.