વડોદરાના પરિણીત યુવક દ્વારા યુવતીને બીભત્સ મેસેજો મોકલ્યા અને મારી નાખવાની ધમકી આપી
વડોદરા,તા.22 માર્ચ 2024,શુક્રવાર
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ગામમાં રહેતી યુવતીની વડોદરાના પરિણીત દ્વારા છેડતી કરી હોવાની ફરિયાદ ડભોઇ પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમાં આ પરિણીત યુવક દ્વારા ગંદા મેસેજ અને વિડીયો મોકલવામાં આવતા અને હવસખોરની પત્ની અને પુત્રીએ મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ જણાવાયું છે.
શહેરના કારેલીબાગ વિસ્તારની ભવાની સોસાયટીમાં રહેતા હેમંત રમેશચંદ્ર ચૌહાણ અવારનવાર ડભોઇ તાલુકાના એક ગામમાં જતા હતા. અને વીમા એજન્ટ તરીકે કામ કરતી અંજનાબેન (નામ બદલ્યું છે )ને મળતા હતા. વર્ષ 2022ની ચાલુ વર્ષની 15 મી ફેબ્રુઆરી દરમિયાન હેમંત 22મી ફેબ્રુઆરી દરમિયાન હેમંત અંજનાબેન સાથે મોબાઈલ પર સતત સંપર્ક કરવાનો પ્રયત્ન કરતો હતો. અને ગંદા મેસેજ તેમજ વિડીયો મોકલવાની શરૂઆત કરી હતી. બાદ ગત 28મી તારીખે તે અંજનાબેન ના ગામે ગયો હતો. અને અંજનાબેનને અડપલા કર્યા હતા. તેથી અંજનાબેને વિરોધ કરી ઝઘડો કરતા હેમંત ની પત્ની ચૈતાલીબેન અને પુત્રી પ્રાચીબેનને જાણ થતા એ બંનેએ અંજનાબેન સાથે ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ માટે દંપતી અને તેની પુત્રીની પૂછપરછ શરૂ કરી છે.